વિજોગણ(૬)

woman

(ગતાંકથી ચાલુ)

‘સુજાતાને વિચાર આવ્યો કે હવે એના શરીરની બદલાતી રચનાથી તમારી નાની અને પછી પડોશીઓ જરૂર વહેમાય અને એક યક્ષ ઉપસ્થિત થાય કે આવનાર નવજાતનો બાપ કોણ..? જોકે પુછનારને એના સાથે કંઇ લેવાદેવા નથી હોતી પણ બસ ખણખોદ કરવી હોય છે.જો સુજાતા કાંતનું નામ આપે તો કાંત પર અને મૌન રહે તો પોતા પર ચરિત્રહીનનું લેબલ લાગી જાય એટલે તમારી નાની સંતોકબાને હું મુંબઇ જાઉ છું કહી એ કચ્છથી વિદાય થઇ ગઇ.મુંબઇમાં એની સહેલી તન્વી જે એકલી જ રહેતી હતી એના પાસે એ રહી ગઇ.તન્વીની મદદથી એને ટ્યુશન મળી ગયા.અંગ્રેજી અને મેથ્સના એ ટ્યુશન સારા ચાલતા હતા અને સારી આવક થતી હતી સમય થતા તમારો જન્મ થયો.બે મહિના પછી ઘરની બાજુમાંની સ્કૂલમાં શિક્ષિકાની નોકરી પણ મળી ગઇ.ત્યારે તન્વીનું ઘર મૂકી સુજાતાએ ભાડાનું એક મકાન લીધું અને ખાસ તમારી સંભાળ રાખવા એક બાઇ રાખી લીધી.

Continue reading