આમ જોવા જાવ તો એ સાવ સાચી વાત છે;
જો અગર સમજાય ના તો એક ઝંઝાવાત છે
લોક તો મળતા રહે છે આવતા જાતા ઘણા;
કો મમત વિના મળે સાચો એનો સંગાથ છે
પીઠ પાછળ બોલનારા તો બધા મળશે ઘણા;
જે કહે સામે રહી કડવી એ સાચી વાત છે
જગતમાં નિંદા અને કુથલી સહેલી ગાઢ છે;
એ કહે સૌને ગમે મીઠી મધુરી વાત છે
વાતનો વિસ્તાર જોતા તાગ તો મળશે નહીં;
ગજ લઇ દોડો નહીં માનો ‘ધુફારી’ વાત એ
૦૩.૦૩.૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply