બેનડી

child-817369__340

વગર વાંકે જે રડાવે એ જ મારી બેનડી;

બાથમાં લઇને હસાવે એ જ મારી બેનડી

ભાગ ખુદનો ખાઇને એ ભાગ મારો જોયછે;

ભાગ માંથી પણ પડાવે એ જ મારી બેનડી

ખુદ રહે આગળ અને પાછળ મને સંતાતી;

ઢાલ થઇને જે બચાવે એ જ મારી બેનડી

લાકડી લઇ હાથમાં બેસાડતી જે પાસમાં;

પાઠ જે પાકા કરાવે એ જ મારી બેનડી

બાગમાં ઝુલા પરે બેસાડવા જે માંગતી;

ખુચવે ઝુલો પડાવે એ જ મારી બેનડી

મા વઢે ક્યારે મને તો એ વઢે માને સદા;

ને પછી મોઢું ચડાવે એ જ મારી બેનડી

છે ‘ધુફારી’ની અનોખી એ અનેરી બેનડી;

રાખડી બાંધી પડાવે ભેટ મારી બેનડી

૨૧.૦૩.૨૦૧૮

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: