વિજોગણ (૫)

woman

(ગતાંકથી ચાલુ)

તો…?’યોગેશે ઉત્સુકતાથી પુછયું

કોલેજમાં તમારા પપ્પા તમારી મમ્મી અને હું કલાસ મેટ હતા.તમારા પપ્પા એક સારા રાઇટર અને સારા પોયેટ છે. કોલેજકાળમાં મુશાયરામાં જ્યારે પોતાની રચના કાંતના ઉપનામે રજુ કરતા ત્યારે પીન ડ્રોપ સાયલન્સ રહેતી.તમારા પપ્પાના ચાર કાવ્ય સંગ્રહ,ત્રણ નવલિકા સંગ્રહ અને બે નવલકથા પણ પ્રકાશિત થયા છે.વર્ષોના વહાણા વાઇ ગયા હવે લોકોના દિલમાંથી એમનું નામ લગભગ વિસરાઇ ગયું છે. અમારી કોલેજ પુરી થતા અમે સૌ સિમલા ફરવા ગયેલા. ત્યાં એક સ્ટોરના બારણા પર Help Wanted સ્ટીકર જોઇ કાંત સ્ટોરના માલિકને મળ્યો અને તેને ત્યાં જોબ મળી ગયો. કાંત ત્યાંજ રહી ગયો અને અમે સૌ પાછા આવતા રહ્યા અને હું કંપાલા મારા કાકા પાસે ગયો..’

હંપણ પપ્પા અને મમ્મી…?’

અમે જ્યારે કલાસ મેટ હતા ત્યારથી સુજાતા એક સોહામણા,હસમુખા,સાહિત્ય પ્રેમી અને સાચાબોલા ઇન્સાન એટલે કાંતના પ્રેમમાં હતી અને તેને પરણવા માંગતી હતી પણ કાંત સિમલામાં રહી ગયો અને વાત અધુરી રહી ગઇ.જુના વખતમાં માવતરો સબંધો નક્કી કરતા અને પરણનારની ગેરહાજરીમાં સગપણ નક્કી થઇ જતા..’

મતલબ પપ્પાના સગપણ એમ થયા હતા..?’નરેશે પુછયું

હા તમારી દાદી ગંગાબાએ એની નલિયામાં રહેતી સહેલી કાંતાબાની દીકરી કૌમુદી સાથે કાંતનું સગપણ નક્કી કરી નાખ્યું હતું અને તરત લગ્ન લેવાની વાત નક્કી થઇ હતી.તે વરસે સિમલામાં પર્યટકોની ભીડ વધુ હતી એટલે કાંતને પંદર દિવસની રજા મળી હતી.લગ્ન કરીને કાંત પાછો સિમલા જતો રહ્યો.કાંતના લગ્ન થયા ત્યારે સુજાતા પોતાની મમ્મી એટલે તમારી નાની સંતોકબા સાથે સોમનાથના દર્શને કરવા ગયેલી અને સુજાતાની ઇચ્છા પુરી થઇ.કૌમુદીએ બાળક ઉદયને જન્મ આપ્યો અને ઉદયનો પહેલો બર્થડે ઉજવાયો ત્યારે સુજાતા પણ પાર્ટીમાં હાજર હતી.જોતા મિઠડા લાગતા ઉદયને જોઇ સુજાતાની કાંતથી બાળક થાય ઇચ્છા પાછી આળસ મરડીને ઊભી થઇ.એક દિવસ કૌમુદી ઉદયને લઇ માવતરે જતી હતી તે જોઇને સુજાતા કાંતને મળવા આવી. તમારી દાદી પડોશી રતનબેન સાથે વાતો કરતી બહાર બેઠી હતી. એકાંતનો લાભ લઇ સુજાતાએ પોતની ઇચ્છા પુરી કરી લીધી.મેટરનિટી હોમમાં ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવતા ખુશ થઇ ગઇ.

‘………’ હરેશ શ્વાસ લેવા રોકાયો તો બંને ભાઇઓ આગળની વાત સાંભળવા મૌન રહી હરેશને તાકી રહ્યા.(ક્રમશ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: