એ ન આવે ત્યાં સુધી સબ સલામત છે;
આપણી જિંન્દગી મોતની અમાનત છે
અવનવા રૂપો ધરે સંતાઇને પડદે રહી
મુશ્કેલથી થઇ શકે એવી શનાખત છે
ગહન અથવા અકળ છે માર્ગ સૌ એના
ના કદી સમજણ પડે એવી કરામત છે
કેટલા શ્વાસો ગયા કેટલા બાકી રહ્યા
કોને ખબર હવે કેટલાની વિરાસત છે
આજમાં બસ મોજથી જીવી રહેલો એ
‘ધુફારી’ ના વિચારે કે ક્યારે કયામત છે
૨૨.૦૨.૨૦૧૮
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply