(ગતાંકથી આગળ)
‘સુજી તારા બાળકોએ કદી કાંતિયા વિષે પુછયું નથી…?’
‘પાંચ વરસના થયા ત્યાં સુધી હું એમને કહેતી હતી કે,તેમના પપ્પા મોમ્બાસામાં છે..’
‘હં પછી…?’
‘તેમના પપ્પા મોમ્બાસાથી ભારત આવ્યા અને ઘેર આવતા હતા ત્યારે તેમને માર મારી તેમના પાસેથી પૈસા પડાવીને ગુંડા તેમને ક્યાં ઉપાડી ગયા ખબર નથી એમના છેલ્લા ફોનથી આટલા જાણ થઇ પછી કોઇ સમાચાર નથી…’કહી સુજાતા રડી પડી
‘તને ક્યારે કાંતિયાની યાદ ન આવી…કદી તપાસ પણ ન કરી ક્યાં છે…?’
‘હું જાણતી હતી કાંત સિમલામાં છે પણ મારા બાળકોને હું અહીં કોના ભરોસે મુકી સિમલા જાઉં…અને મારી સાથે લઇ જાઉં તો પોતાના બાપને મળવા તલસતા બાળકો કાંતને જોઇને પપ્પા કહીને બાથ ભીડયા વગર તેઓ ન રહે તો કાંત અને કૌમુદીના સુખી સંસારમાં આગ લાગી જાય..’ભીની આંખે સુજાતાએ કહ્યું આ વાત ચાલતી હતી તો રામદીન ચ્હાના બે કપ મુકી ગયો તેને સુજાતાએ કહ્યું
‘મહેમાન અહીં જમવાના છે’
‘હવે કાંતિયાએ સિમલા મૂકી દીધું છે અને કચ્છમાં મગલ પ્રભાતમાં સંપાદક તરિકે કામ કરે છે..એની હાલત ઘણી નાજુક છે’હરેશે કહ્યું
‘એમણે સિમલા મૂકી દીધું કેમ ….?’આશ્ચર્યથી સુજાતા પુછયું
હરેશે ઉદયના બર્થ-ડે પાર્ટી પછી સિમલા ગયા ત્યારેથી સિમલા મૂકી કૃષ્ણકાંત કચ્છ આવ્યો ત્યાં સુધીની બધી વાત વિગતવાર કરી તે સાંભળી સુજાતા રડી પડી તેને સાંત્વન આપતા હરેશે કહ્યું
‘સુજી એ જણાવવા તો હું પુણે સુધી આવ્યો છું..’
કહી કૃષ્ણકાંતનું નામ મંગલ પ્રભાતના સંપાદક તરિકે વાંચ્યા પછી કૃષ્ણકાંત સાથે થયેલ વાત ત્યાર બાદ પુણે આવ્યા સુધીની બધી હકિકત હરેશે વિગતવાર સુજાતાને કહી સંભળાવતા ઉમેર્યું
‘હવે તારે કાંતિયાની વહારે જવાનું છે તે માટે તું મારી સાથે ચાલ અને કાંતિયાને અને ભાભીને પુણે લઇ આવવાના છે હું બે દિવસ હોટલમાં છું ત્યાં સુધીમાં તારા બાળકોને તારે સત્યથી માહિતગાર કરવાના છે..’હરેશે સુજાતાનો હાથ પકડીને કહ્યું
‘……….’ સુજાતા શું જવાબ આપવો તેની અવઢવમાં અટવાઇ
‘જો તને મુશ્કિલ લાગતું હોય તો એ કામ હું કરી આપુ…કરૂં..?’
સુજાતાએ માથું હલાવી સંમતિ આપતા પુછયું
‘તારે હોટલમાં રહેવાની શું જરૂર છે અહીં જ રોકાઇ જા..’
‘તો પણ મારે મારી બેગ લેવા તો ત્યાં જવું જ પડશે…’
‘જમીને નરેશ તારી સાથે ચાલશે ત્યારે લઇ આવજે…’
બપોરે નરેશ અને યોગેશ જમવા આવ્યા ત્યારે સુજાતાએ હરેશની ઓળખાણ આપતા કહ્યું
‘આ હરેશ અંકલ તમારા પપ્પાના ફાસ્ટ ફ્રેન્ડ છે..’
બંનેએ હરેશના ચરણ સ્પર્શ કર્યા તો હરેશ તેમને ખભેથી પકડી બાથ ભીડી પણ એમ કરતા તેની આંખ ભીની થઇ ગઇ
‘અંકલ પપ્પાના કંઇ સમાચાર…’નરેશે ઉત્સુકતાથી પુછયું
‘ના દીકરા પણ એ બાબતમેં મારા અંગત મિત્રને વાત કરી છે એ જરૂર પત્તો લગાવી આપશે..’
આ વાતો ચાલતી હતી તો રામદીને કહ્યું
‘ચાલો જમવા…’
જમી લીધા પછી સુજાતાએ હરેશ માટે એક ગેસ્ટ રૂમ ઉઘાડી આપ્યું.રામદીન પાણીનો જગ અને ગ્લાસ મૂકી ગયો.ત્યાં નરેશ અને યોગેશ હરેશ પાસે આવ્યા અને પલંગ સામે બે ખુરશી મૂકી બેઠા પછી નરેશે કહ્યું
‘સોરી અંકલ તમને ડિસ્ટર્બ ન થતું હોય તો પપ્પાની વાત કરોને..’
હરેશ ઊભો થઇને રૂમના દરવાજો બંધ કરી આવ્યો પછી કહ્યું
‘જુઓ દીકરાઓ તમે બંને સમજુ છો એટલે હું જે કંઇ કહું છું એ ધ્યાન થી સાંભળજો અને સમજજો અને ખાસ વાત તમારી મમ્મી માટે કોઇ અભાવ ન રાખશો…’
‘મમ્મીએ અમારા માટે જે કર્યું છે એ ઉપકાર તો અમે વાળી શકીએ એમ નથી તો મમ્મી માટે અભાવનો સવાલ જ પેદા નથી થતો..’યોગેશે હરેશનો હાથ પકડી કહ્યું
‘ગુડ… તમારી મમ્મીએ આજ દિવસ સુધી તમારા પપ્પા બાબત તમને જે કંઇ કહ્યું છે એ હકિકત નથી…’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply