મન મહીં ચાલી રહી શી વાત છે;
તે થકી ઉભરી રહ્યો આઘાત છે
વાતને ધડ અગર માથું પણ નથી;
તે છતાં પણ કેમ ઝંઝાવાત છે
કેટલા વલયો રચાતા હોય છે
તે પરે વિચારનો પ્રપાત છે
કોઇ પણ આરો નથી છેડો નથી;
કોણ જાણે ક્યાં થતી શરૂઆતછે
વાત છે અમથી અગર તો છે ગહન;
ખુદની છે કે કોઇની પંચાત છે
ચેન ક્યાં પણ તો હવે પડતું નથી
આખમાં વીતી રહેલી રાત છે
જો ‘ધુફારી’ વાત માનો તો કહે
વ્હેમની મન પર પડેલી લાત છે.
૦૮.૦૩.૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply