(ગતાંકથી આગળ)
‘ભારે ચાલાક… પછી…’
‘બાની હાજરીમાં એ મુશાયરાની અને કવિતાઓની વાતો કરતી હતી.ચ્હા પિવડાવી બા અને રતનબેન પાછા બહાર ખુરશીમાં બેસી વાતો કરવા લાગ્યા તો સુજાતાએ કહ્યું તમારી છેલ્લી પ્રકાશિત ગઝલ સંગ્રહની એક નકલ આપશો..? ઓહ..સ્યોર…કહી હું મારા બેડરૂમમાં બુક લેવા ગયો તો એ પણ મારી પાછળ આવી સેલ્ફ પરથી બુક લઇને એને આપતા મેં કહ્યું લ્યો…તો તેણે મને કહ્યું મને બીજું પણ કંઇક જોઇએ છે કહી મારા ગળા ફરતા હાથ વિટાળી પોતાના તરફ મને ખેંચ્યો હું તો હેબતાઇ જ ગયેલો એટલે પાછળ હટવા જતા પાછળ પલંગ હતો એ પલંગ પર હું પડયો અને એ મારા પર પડી વૃક્ષને વેલ વિટળાય તેમ મને વિટળાઇ પછી હું પણ ઇન્સાન છું અને એની ઇચ્છા પુરી થઇ ગઇ..’
‘હં આ દ્વિભાર્યા તો સાબિત થઇ ગયું મતલબ એને તારા સાથે સહશયનથી ગર્ભ રહ્યો છે અને તે ટ્વિન છે હવે વાત રહી સુજાતાને શોધવાની…’હરેશે કહ્યું
‘પેલો બનાવ બન્યા પછી એ શહેરમાંથી ગાયબ થઇ ગઇ એવા માહિતી એની સખી ક્ષીપ્રા પાસેથી મને મળી જ્યારે હું ત્યાર પછીની મકરસંક્રાતિના કચ્છ આવ્યો હતો એટલે એ ક્યાં છે ખબર નથી.’ કૃષ્ણકાંતે કહ્યું
‘એ શોધી કાઢવાનું કામ મારૂં તું બેફિકર થિઇ જા…ચાલ જઇએ..’ કૃષ્ણકાંતનો હાથ પકડી ઊભા કરતા હરેશે કહ્યું
બંને મિત્રો છુટા પડયા. કૃષ્ણકાંતના આંખો સામે વર્ષો પહેલાનો બનાવ તરવરવા લાગ્યો. હરેશે ઘેર આવી ઇન્ટરનેટ પર “ગગલાણી” શોધવા લાગ્યો અને આખર એ ટ્વિન તો પુણેમાં છે એવો પત્તો મળી ગયો.હું એક અગત્યના કામે પુણે જાઉં છું એમ તરૂલત્તાને કહી હરેશ ટ્રેનની ટિકીટ કઢાવી પુણે જવા રવાનો થયો. સ્ટેશનની નજીકની હોટલમાં ચેક ઇન કર્યું અને પછી રિક્ષામાં બેસી ઇન્ટરનેટ પરથી મળેલ સરનામે સુજાતાને મળવા જતા રસ્તામાંથી એક ફૂલનો ગુલદસ્તો અને મિક્ષ ડ્રાયફ્રૂટનો બોક્ષ લઇ સુજાતાના ઘરના પાસે આવ્યો.બંગલા પર કૃષ્ણ કુંજ નામ વાંચી મલકતા બારણે આવી ઊભો અને બેલ મારી, તો સુજાતાએ જ દરવાજો ખોલ્યો અને હરેશને જોઇ અનાયસ તેના મોઢામાંથી શબ્દો સર્યા
‘હરિયા તું…? અહિંયા…? તને કોણે મારૂં સરનામું…?’સુજાતા આગળ કંઇ બોલે તે પહેલા એની વાત કાપતા હરેશે કહ્યું
‘સુજી તારા બધા સવાલોના જવાબ અહીં બારણામાં જ ઊભા રહી આપું કે…?’
‘સોરી..અંદર આવ..બેસ..’સોફા તરફ ઇશારો કરતા સુજાતાએ કહ્યું
નોકર પાણી મૂકી ગયો તો સુજાતાએ પુછયું
‘શું મંગાવું ચ્હા કે કોફી…?’
‘બસ ચ્હા જ પિવડાવીશ જમાડીશ નહીં…?’
‘આ તો હમણાં શું ચાલશે એટલે પુછયું..’કહી સુજાતાએ સાદ પાડયો ‘અરે..!રામદીન બે કપ ચ્હા આપી જજે ચાલ તને મારૂં ઘર બતાડું…’કહી એ આગળ થઇ અને હરેશ એની પાછળ ચાલ્યો.સરસ ડ્રોઇન્ગ રૂમ,ડાઇનિન્ગ રૂમ કીચન ગેસ્ટ માટેના બે બેડ રૂમ દેખાડી એ ઉપલા માળ તરફ ચાલી એક રૂમ ખોલી કહ્યું ‘આ નરેશનો રૂમ છે અને બાજુમાં યોગેશ નો…અને આ ગેસ્ટ રૂમ છે તેની બાજુમાં મારો રૂમ છે કહી એણે બારણું ખોલ્યું અને સામે જ એક શાનદાર ફ્રેમમાં કૃષ્ણકાંતનો ફોટો હતો.બંને એ રૂમની બાલ્કનીમાં આવ્યા ત્યારે હરેશે પુછયું
‘સુજી આ બધુ કેમ થયું એ તને વાંધો ન હોય તો કહીશ…?’
સુજાતા ઘડીભર ક્યાંથી શરૂઆત કરવી એ અવઢવમાં રહી હરેશ એના ચહેરા પર પલટાતા હાવભાવ જોતા વચ્ચે ન બોલવાનું મુનાશિબ માની મૌન રહ્યો,પછી હિંમત એકઠી કરી તેના કહ્યા મુજબ એ કોલેજના છેલ્લા વર્ષ હતી ત્યારથી એ કૃષ્ણકાંતને પરણવા માંગતી હતી ત્યાર બાદ એને ગર્ભ રહ્યા પછીથી કરી ને પુણેમાં સ્થાહી થયા સુધીને બધી વાત કરી અને છેલ્લે દિલ પરથી એક બોજ હળવો થયાના અહેસાસનો શ્વાસ લેતા આખર કહ્યું
‘આ છે મારી કરમ કહાણી..’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply