(ગતાંકથી ચાલુ)
‘હા ત્યાં કેથેરીનના પપ્પાએ એક વાઇન શોપ વેંચાતી લઇ પોતાની રીતે ચલાવવા આપી.વાઇન શોપ સરસ ચાલતી હતી. ઉદય સારૂં કમાતો હતો એટલે નિયમીત મારા ખાતામાં પૈસા મોકલતો હતો.એક વખત ફોન કોલ પર ઉદયે મને કહ્યું
‘પપ્પા તમારે નોકરી કરવાની શું જરૂર છે…? પણ આ આરામની નોકરી અને સારો ટાઇમ પાસ છે…’ કહી મેં વાત ટાળી.હું અને કૌમુદી ખુશ હતા પણ એને કોઇની નજર લાગી ગઇ’
‘કેમ એમ બોલે છે..?’સેન્ડવીચ ખાતા હરેશે પુછયું
‘હું જે સ્ટોરમાં કામ કરતો હતા ત્યાં શોર્ટ સર્કિટથી આગ લાગી અને આખો સ્ટોર બળીને રાખનો ઢગલો થઇ ગયો.મેં આ સમાચાર ઉદયને આપ્યા તો તેણે કહ્યું
‘હું તો તમને પહેલાથી કહેતો હતો પપ્પા તમારે નોકરીની શું જરૂર છે ચાલો દેર આયે દુરસ્થ આયે..કહી એ હસેલો…’
‘ખુબ ખુશ થયો હશે..’
‘હા..પણ કાળનો સ્પાટો તો ત્યારે પડયો જ્યારે આ બનાવ બન્યાના બે જ મહિના પછી વાઇન શોપ પર વાઇન લેવા આવેલ કોઇ કાળિયા સાથે દારૂની બોટલ માટે માથાકુટ થઇ.પેલો જે બ્રાંડ માંગતો હતો એ આઉટ ઓફ સ્ટોક હતી એ સમજાવવા ઉદય ઘણું મથ્યો પણ પેલો ન માન્યો અને વાત વણસી અને ઓલા કાળિયાએ ગુસ્સામાં ઉદયને ગોળી મારી વિંધી નાખ્યો…’દયામણા ચહેરે અને ભીની આંખે કૃષ્ણકાંતે કહ્યું
‘હે ભગવાન…’
‘મને તો ખબર જ નહીં એક અઠવાડિયા પછી ઉદયનો મિત્ર અનંત અમેરિકાથી આવ્યો ત્યારે મને મળવા આવ્યો હતો.તેને ઉદયના સમાચાર પુછતા કહ્યું કે,ઉદયને કોઇ કાળિયાએ ગોળી મારી દીધી છે.મારા પર તો વિજળી પડી.કમુ તો સાંભળી બેહોશ થઇ ગઇ મેં અને અનંતે તેને કારમાં સુવડાવી હોસ્પિટલમાં ખસેડી બે દિવસ કોમામાં રહ્યા પછી એને ભાન આવી. એટલું સારૂં હતું કે બા ત્યારે કચ્છમાં હતી નહીંતર હું બંનેને કેવી રીતે સાચવી શકત..’
‘તે કેથેરીને તને સમાચાર ન આપ્યા…?’ચ્હા પુરી કરતા હરેશે પુછયું
‘કેથેરીન તો એક અઠવાડિયા પછી કોઇ કાળિયા સાથે પરણી ગઇ..ગાજ પડતા આવક બંધ થઇ ગઇ એટલે સિમલાના ભાડાના ઘરમાંથી બધુ સમેટી કચ્છ આવતા રહ્યા ત્યારે બાએ પુછયું કેમ આ અસબાબ લઇને આવ્યો છે..? હવે બાને આ વાત કહ્યા વગર છુટકો નહતો પણ બા આ આધાત જીરવી ન શકી અને અનંત યાત્રાએ ગઇ..’
‘એકના એક કુળદિપકનો આવો કારમો અંત એ જીરવી ક્યાંથી શકે…?’હરેશે કહ્યું
‘હા…બાના દેહાંતના સમાચાર મળતા ધિમંત મને મળવા આવ્યો તેને બધી હકિકત કહી.ધિમંત ત્યારે મંગલ પ્રભાતના સંપાદક તરિકે કામ કરતો હતો અને નજીકમાં જ રિઝાઇન કરી એના દીકરા સાથે રહેવા નૈરોબી જવાનો હતો એટલે એની ભલામણથી મને આ નોકરી મળી ગઇ.નોકરીનો પગાર મળે છે ફિક્સની રસીદો છે તેનું વ્યાજ મળે છે અને ગાડું ચાલે છે..’કહી કૃષ્ણકાંતે બંને હાથના આંગળા ભીડીને કોણિયો ટેબલ મૂકી તેના પર માથું ટેકવીને રડી પડયો.
‘ભગવાનની જેવી મરજી…એમાં આપણે કાળા માથાના માનવી શું કરી શકિયે..? કહી હરેશે કૃષ્ણકાંત ની પીઠ પસવારી પાણી પિવડાવતા કહ્યું. કૃષ્ણકાંત કંઇક સ્વસ્થ થતા હરેશ આવીને પોતાની સીટ પર બેઠો પછી કૃષ્ણકાંત સામે જોતા…
‘એક મિનીટ…’કહી હરેશ હોટલના કાઉન્ટર પરથી એક કાગળ લઇ આવ્યો અને કૃષ્ણકાંતને પુછયું
‘તારી ડેઇટ ઓફ બર્થ અને ટાઇમ શું છે…?’
‘તું વળી જ્યોતિષ ક્યારથી થઇ ગયો…?’આશ્ચર્યથી જોતા કૃષ્ણકાંતે પુછયું
‘એ બધી વાત પછી હમણાં તો પુછું છું એનો જવાબ આપ…’
‘બાવન બાવન દશ દશ…’કહી કૃષ્ણકાંત મલક્યો
‘ઉડાઉ જવાબ ન આપ કાંતિયા…’
‘૫/૦૨/૧૯૫૨ સવારના ૧૦ ને ૧૦ મિનીટે…’
હરેશે કુંડલી બનાવી અને આંખો મિંચી આંગળાના વેઢા ગણતો હતો કૃષ્ણકાંત ચુપચાપ એના તરફ જોયા કરતો હતો થોડી વાર પછી હરેશે કહ્યું
‘કાંતિયા તને દ્વિભાર્યા યોગ છે અને આ કુંડલી મુજબ તને ત્રણ દીકરા હોવા જોઇએ…’
‘દ્વિભાર્યા તો કૌમુદીનું અવસાન થાય પછી હું પરણું તો થાય ને…? પાછા બે દીકરા નો વે તારી કંઇ ગણતરીમાં ભુલ થાય છે…’
‘મને આ જોયા પછી ડાઉટ ગયો એટલે તો કુંડલી બનાવી…’કહી કૃષ્ણકાંતનો હાથ પકડી મુઠી વળાવી ટિચલી આંગળી નીચેની એક ઘેરી અને એક આછી બે રેખા બતાવતા કહ્યું
‘પણ…’
‘જો કાંતિયા દ્વિભાર્યા મતલબ પહેલી પત્નિના અવસાન પછી બીજી પરણવાથી નથી થતો કોઇ સાથે એક વાર પણ સહશયન થયું હોય તો પણ એ દ્વિભાર્યામાં ગણાય એવો કોઇ બનાવ બન્યો છે…?’આંખો ઝીણી કરી હરેશે પુછયું
‘હા સુજાતા સાથે એવું થયેલું..’
‘અરે..હાં..એતો આપણે કોલેજમાં હતા ત્યારથી તારી દિવાની હતી અને દરેક મુશાયરામાં શ્રોતા તરિકે અવશ્ય આવતી…તો શું થયું હતું સુજાતા સાથે ..?’
‘અમે સિમલામાં રહેવા ગયા પછી પહેલી મકર સંક્રાતિના અમે કચ્છ આવેલા અને બે મહિના રોકાઇને પાછા ગયેલા ત્યારથી મકર સંક્રાંતિના આગલા દિવસે કચ્છ આવવાનું શરૂ થયું.પહેલી મકરસંક્રાતિના પછી ૨૬ જાન્યુઆરીએ કૌમુદી એક રંગારંગ કાર્યક્રમમાં ભાગ લીધેલો તેના ફોટોગ્રાફ આપવા સુજાતા આવેલી ત્યારે કૌમુદીએ તેને સરસ એલચીવાળી ચ્હા પિવડાવેલી ત્યારે સુજાતાએ કૌમુદીને કહેલું તારા હાથની ચ્હા પિવા ફરી આવીશ.’
‘હં..તો…?’
‘એક અઠવાડિયા પછી કૌમુદી ઉદયને લઇને નલિયા માવતરે જવા રિક્ષામાં જતી હતી તે સુજાતાએ જોયું અને ઘેર આવી.હું ત્યારે કોમ્પ્યુટર પર કવિતા લખતો હતો.બા બહાર પડોશી રતનબેન સાથે વાતો કરતી હતી તેને સુજાતાએ કહ્યું જયશ્રી કૃષ્ણ બા…જયશ્રી કૃષ્ણ..તે શું તું આજે ભૂલી પડી…?બાએ પુછયું તો,એણે કહ્યું કૌમુદીના હાથની ચ્હા પિવા…તો બાએ કહ્યું કમુ તો હમણાં જ નલિયા માવતરે જવા નીકળી ગઇ તું બેસ ચ્હા હું તને પિવડાવું કહી બા રસોડામાં ગઇ તો અમારા પડોશી રતનબેન પણ આવ્યા.ચ્હા બનતી હતી ત્યારે સુજાતા મારી પાસે આવીને પુછયું શું લખો છો..વાર્તા કે..કવિતા..?કહી તે વાંચવા લાગી
નજરને નજર જો મળે તો મજા છે
વખતસર વખત જો મળે તો મજા છે
ધરા ને ગગનને કરી એક સાથે
ઉભયને અડકવા મળે તો મજા છે
હ્રદયના દરદની દવા એક દિલબર
કરમના કરમ જો મળે તો મજા છે…વાંચીને એણે કહ્યું વાવ…વેલેન્ટાઇન–ડેના એક મુશાયરો છે એમાં પુરી કરી વાંચશોને…?’કોમ્પ્યુટરમાં જોવા સુજાતા નીચી નમી જ્યારે એ કવિતા વાંચતી હતી ત્યારે જાણી જોઇને સાડીનો પાલવ સરવા દીધો અને એણે બ્લાઉઝના ઉપલા બે બટન કાઢી નાખેલા તેમાંથી અર્ધા અમૃતકુંભ દેખાતા હતા તેના પર મારી નજર પડતા એ મારકણું મલકી પાલવ વ્યવસ્થિત કર્યો (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply