Posted on April 30, 2018 by dhufari

કેટલી ભૂલો કરેલી શોધવા ચાલ્યા હતા;
ગેરસમજણ શી થયેલી નોંધવા ચાલ્યા હતા
માળિયા મન પર જડેલી એક જુની ચોપડી;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on April 25, 2018 by dhufari

(ગતાંકથી આગળ)
‘ભારે ચાલાક… પછી…’
‘બાની હાજરીમાં એ મુશાયરાની અને કવિતાઓની વાતો કરતી હતી.ચ્હા પિવડાવી બા અને રતનબેન પાછા બહાર ખુરશીમાં બેસી વાતો કરવા લાગ્યા તો સુજાતાએ કહ્યું તમારી છેલ્લી પ્રકાશિત ગઝલ સંગ્રહની એક નકલ આપશો..? ઓહ..સ્યોર…કહી હું મારા બેડરૂમમાં બુક લેવા ગયો તો એ પણ મારી પાછળ આવી સેલ્ફ પરથી બુક લઇને એને આપતા મેં કહ્યું લ્યો…તો તેણે મને કહ્યું મને બીજું પણ કંઇક જોઇએ છે કહી મારા ગળા ફરતા હાથ વિટાળી પોતાના તરફ મને ખેંચ્યો હું તો હેબતાઇ જ ગયેલો એટલે પાછળ હટવા જતા પાછળ પલંગ હતો એ પલંગ પર હું પડયો અને એ મારા પર પડી વૃક્ષને વેલ વિટળાય તેમ મને વિટળાઇ પછી હું પણ ઇન્સાન છું અને એની ઇચ્છા પુરી થઇ ગઇ..’ Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on April 20, 2018 by dhufari

મગજમાં કોણ જાણે શી બિમારી છે;
ન સમજાતું કશું એવી નઠારી છે
રક્ત સંચારમાં છે દુઃખ તણી વ્યાધી;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on April 15, 2018 by dhufari

(ગતાંકથી ચાલુ)
‘હા ત્યાં કેથેરીનના પપ્પાએ એક વાઇન શોપ વેંચાતી લઇ પોતાની રીતે ચલાવવા આપી.વાઇન શોપ સરસ ચાલતી હતી. ઉદય સારૂં કમાતો હતો એટલે નિયમીત મારા ખાતામાં પૈસા મોકલતો હતો.એક વખત ફોન કોલ પર ઉદયે મને કહ્યું
‘પપ્પા તમારે નોકરી કરવાની શું જરૂર છે…? પણ આ આરામની નોકરી અને સારો ટાઇમ પાસ છે…’ કહી મેં વાત ટાળી.હું અને કૌમુદી ખુશ હતા પણ એને કોઇની નજર લાગી ગઇ’
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on April 12, 2018 by dhufari

બાલ્કનીમાં ઇઝીચેરમાં બેઠેલા હરેશને સવારના શિતળ વાયરાની લહેર શરીરને લપેટાઇ તો તેણે એક નજર રસોડા તરફ કરી,અંદરથી એલચીની સુગંધ આવતી હતી એ એલચીવાળી ચ્હા કયારે મળે એની રાહ જોતો હતો.સુર્યોદયની આછી લાલીમા ફેલાઇ હતી.ચકચક કરતી ચકલીઓનું એક ઝુંડ સામેના પિપળાના ઝાડ પર બેઠું એમની ચેષ્ઠા એ જોતો હતો ત્યાં…
‘આ તમારી ચ્હા…’ કહી તરૂલત્તાએ હરેશને કપ પકડાવ્યો
‘તો તારી ક્યાં…?’
‘લાવું છું…’કહી તરૂલત્તા પોતાની ચ્હાનો કપ લાવી હરેશની સામે મુકેલી બીજી ઇઝી ચેરમાં બેઠી અને બંને આછા મરકતા ચ્હાની ચુસકી લેવા લાગ્યા પણ હરેશ તો કોઇ કારણ વગરની અવઢવમાં હતો કે,આજે બુધવાર છે કે,ગુરૂવાર છે..?
Continue reading →
Filed under: Stories | Leave a comment »