વાદળ કાંતીને ચાદર વણી’તી
કેશુડા કચડીને કર્યો રંગ
સાથે બેસીને ઓઢેલી યાદ તને
વ્યાપ્યો’તો કેવો ઉમંગ…વાદળ કાંતીને
પ્રેમ ઝરમર થઇને વરસેલો
ફૂલ કેરા મુખડા ધોવાય
બાગમાંથી સામટી ઉભરેલી
દિલને ડોલાવતી સુગંધ…વાદળ કાંતી
ચાદરને જરા ઝાટકી ‘ધુફારી’
સીકર ચોમેર રેલાય
ફોરાં ઉડતા એવા દેખાયા
આભમાં ઉડતા વિહંગ…વાદળ કાંતી
૦૮.૦૧.૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply