સાવ વેરાન છે મારી બે આંખો, એમાં હરિયાલી કર;
તારી આંખો તો છે ભરચક,મારી આંખમાં ખાલી કર
તારા હ્રદયમાં છે પ્રેમ કેરી અનેરી અનુપમ ખુશ્બુ
મારા હ્રદયને તરબતર કરવા તું થોડી ખુશાલી ભર
તારા નયનમાં દેખાય છે કંઇ અજબ કેફ નો માહોલ
મન મદહોશ કરવા કાજ મારા હ્રદયની પ્યાલી ભર
મારું જીવન વેરણ છેરણ છે રાહ અજાણી લાગે છે
રાહબર થઇજા વાટ દેખાડતી હાથ મારો જાલી કર
તારા હાથમાં છે અજબ જાદુ લોકો જાણે જણાવે છે
તારા ‘ધુફારી’ના જીવનમાં કરામત તું નિરાલી કર
૦૮-૧૨-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply