રાત યા મધરાતમાં આવી કરી
ઊંઘ મારી લઇ જતી ના’વે ફરી
આંખ કેરા પડળ જે ખુલ્યા પછી
કેમ ના મિચાય એ પાછા જરી
હર વિચારોમાં મને દેખાય તું
પાર થાવા કેમ જાવું એ તરી
હર વિચારો હું મથું ફંફોસવા
તાગ એનો ના મળે કે’દિ જરી
ભાણના ઉજાસમાં કાં ના મળે
રૂબરૂ આવી કરી કહેતો તું ખરી
આ ‘ધુફારી’ને કશું સમજાય ના
સ્વપ્નમાં કાં આવતી તું સુંદરી
૧૧-૧૧-૨૦૧૭
Filed under: Poem |
sundri sapna ma rahe tethi vadhre uchit shu joia. rubru avi shanti ma bhang karshe sapna ma revado vadhare saru.anand malshe roj sundri ne mal vano.