(ગતાંક થી આગળ)
‘વેવાણ તમે મને કહેવા શું માગો છો..?’ભ્રકુટી તાણી શારદાબેને પુછ્યું
‘હું શું કહેવા માંગુ છું એ જાણતા હોવા છતાં અજાણ થવાની જરૂર નથી… આ તમારી પુત્રવધુ રંજન પર તમે શું ત્રાસ ગુજારો છો એ બાબત એણે ન તો તમારા દીકરા અજીતને વાત કરી છે કે નતો પોતાની સગી મા જમકુરને વાત કરી છે બિચારી બીકની મારી અંદરો અંદરા હિજરાયા કરે છે…’અનુબેને કહ્યું
‘તમને કોણે કહ્યું..?’શંકાશીલ નજરે શારદાબેને પુછ્યું
‘મેં..આમ તો મને પણ ખબર ન પડે એક દિવસ મોલની બહાર રંજન ભાભી મળી ગયા હું તો એમને જોઇને હેબતાઇ જ ગઇ ક્યાં સદા હસતી મલકતી રાતી રાણ જેવી મારી રંજનભાભી અને ક્યાં વિલાયલા ચહેરા અને નંખાયલા દેહ વાળી મારી રંજનભાભી એટલે એમને સોગંદ આપી મારા ઘેર લઇ ગઇ અને મારા માથા પર હાથ રાખી કહ્યું ભાભી તમને મારા સમ છે તમારી આ હાલત કેમ થઇ એ મને કહો ત્યારે ભાભી ધુસકે ધ્રુસકે નાના બાળકની જેમ રડી પડયા અને તારી નજરકેદ ગુન્હેગાર સમી સતત થતી ચોકી અને નાની અમથી ભુલ પર થતા તારા હોબાળાથી ક્યાંક કશી ભુલ ન થઇ જાય એ ડર વચ્ચે એ જીવતા હતા.હું એમની ના હોવા છતા એમને ડોક્ટર નાણાવટી પાસે લઇ ગઇ તેમણે કહ્યું પેસન્ટને મેનેજાઇટીસ છે અને મેન્ટલ અપસેટ છે જે વાતાવરણમાં તેઓ અત્યારે રહે છે ત્યાં વધુ વખત રહેશે તો યાતો એ ગાંડા થઇ જશે અને રોગ વધી ગયો તો આત્મહત્યા કરવાનું પગલું પણ ભરી શકે એવું થાવાની સંભવના છે જો આ રિપોર્ટ…’કહી મયુરીએ પર્સમાંથી કાઢી રિપોર્ટ આપ્યો એ જોઇ શારદાબેન હેબતાઇ ગયા.
‘હાય રામ…’
‘જરા વિચાર કર મમ્મી… ન કરે નારાયણને ભાભી કંઇ અવિચારી પગલું ભરે ને અજીતનું ઘર નંદવાય તો પણ તને વારસદાર તો જોઇએ ને…? તે માટે તારા બીજવર અજીતના લગ્ન કરાવવા તારે કેટલા હવાતિયા ભરવા પડે…? ને રંજનીભાભીના ઠેકાણેએ આવેલી કંઇ રંજનભાભી જેવી ભોળી ભટાક તો નહીં જ હોય અને એ આવનારી તારા માથે છાણા નહીં થાપે તેની પુરી ખાત્રી છે તને…?’મયુરીએ શારદાની આંખોમાં પરોવી પુછ્યું
‘મેં સાંભળ્યું છે તમારા સાસુ કેશાબાનો સ્વભાવ તીખા મરચા જેવો હતો એમણે તમારા પર ઘણો ત્રાસ ગુજાર્યો છે શું તમે તમારી સાસુ તરફથી થયેલા ત્રાસનો બદલો આ ભોળી ભટાક રંજન પર ત્રાસ આપી લેવા માંગો છો…? તો તમારી સાસુમાં અને તમારામાં શું ફરક…?’અનુબેને ધારદાર નજરે જોતા પુછ્યું
‘…………’
‘તમે જેમ કોઇની દીકરી હતા અને તમારી સાસુ તરફથી માની મમતા મળે એમ ઇચ્છતા હતા તો રંજન પણ કોઇની દીકરી છે એના કંઇ અરમાન નહીં હોય…?’અનુબેને શારદાબેનની આંખોમાં આંખો પરોવી પુછ્યું
‘એ…અનસુયાબેન મને ઉપદેશ આપો છો અને તમે શું કર્યું…? બાવડું પકડીને પોતાની પુત્ર વધુને અહીં મુકવા આવ્યા..?’શારદાબેન ગરજતા કહ્યું
‘……………….’ મયુરી અને અનસુયાબેન એક બીજા તરફ જોઇ મલક્યા
‘ના મમ્મી આ તો તારી આંખે ચડેલા ગેરસમજણ અને અવિચારી વર્તનના પડળ ખોલવાનું એક નાટક હતું…’કહી મયુરીએ અનુબેનને બાથ ભરી પુછ્યું
‘કેમ મમ્મી..?’
‘હા…વેવાણ..મયુરીની વાત સાચી છે એણે જ્યારે મને રંજનની બધી વાત કરી ત્યારે જ અમે આ પ્લાન નક્કી કર્યો…’અનુબેને મલકતા કહ્યું
ત્યાંતો બઝાર ગયેલી રંજન ઘરમાં દાખલ થ્ઇ ત્યારે રંજનને બાથ ભરી શારદાબેન રડી પડતા કહ્યું
‘રંજન બેટા તારી વાટ ભૂલેલી સાસુને માફ કર…’ (સંપૂર્ણ) ૦૨-૧૧-૨૦૧૭
Filed under: Stories |
Leave a Reply