જો સમજો તો એક સરસ સમજદારી છે
નહીંતર આ જીંદગી એક જવાબદારી છે
બધો આધાર છે સૌ વિચાર સરણી પર
નથી જીંદગી સારી નહીં તો નઠારી છે
ગઇ કે આવતી કાલ વચ્ચે બધા રઝડે
જીવે જે આજ અત્યારે તેમાં ખુમારી છે
જીંદગી કેરા પાસા અગોચર અનેરા છે
તમને નચાવે છે જીંદગી તો મદારી છે
ગઇ ગુજરી ભુલી જવામાં સાણપણ છે
સદાએ મોજમાં રહી હસતો ‘ધુફારી છે
૧૫-૧૧-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply