ભડકો બુઝાઇ જાય આગ રહી જાય છે;
જખમ તો મટી જાય દાગ રહી જાય છે
ચમનજે ફૂલો લચેલા હોય જે મનોહારી
ફૂલ સૌ કરમાઇ જાતા બાગ રહી જાય છે
તમસ ફેલાય છો કાળો ડિબાંગ ચોતરફ
અજવાળુ આથમે છે ચિરાગ રહી જાય છે
હોળીના ગુલાલથી ગગન લાલમ લાલ હો
અવસર વીતી જાય પણ ફાગ રહી જાય છે
ભેદ છુપાવવાનો પ્રયત્નો લાખ કરશો છતાં
‘ધુફારી’થી છાનું ના કો’ સુરાગ રહી જાય છે
૧૪-૦૬-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply