ડૂબી જાય છે માણસ કિનારે દરિયો તરી તરીને;
માણસ જીવી રહ્યો છે રોજબરોજ થોડું મરી મરીને
દેશમાં હો કે વિદેશમાં વિચરણ કરે છોને માનવી
પાછો ફરે છે તોંય પણ ઘર મહીં બધે ફરી ફરી ને
મયકદામાં જન્નત સમાણી મયકશને ભાસે છે ખલક
કેફમાં જ રહેવાને મયની પ્યાલી પીતો ભરી ભરીને
અહરનિશ વીતી રહ્યા છે જિન્દગીના દિવસો એવા
પીળા પડેલા પાંદડા વૃક્ષ પરથી જાતા ખરી ખરીને
વીતી ગયેલી જિન્દગીનો યાદો સતત સતાવી રહી
‘ધુફારી’ કહે છે કશું ના હાથ આવે યાદો કરી કરીને
૧૪-૦૬-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply