જયારે આ ફાની દુનિયા દિવાની બની જાય છે;
ત્યારે સીધી સાદી વાત કહાની બની જાય છે
શાંત સાગરની મોજાઓ પર હો પ્રેમે વિહરતા
વાયુ વંટોળમાંથી અચાનક સુનામી બની જાય
જૂઠા લવારે ચડી ને બદબોઇ કરતી’તી જીભડી
પારખી નજર સામે મળે તો છાની બની જાય છે
મુછને દઇ તાવ જે કરડી નજરથી જોયા કરે
કાળ કેરો લાગે સપાટો તો ફાની બની જાય છે
‘ધુફારી’ તો બે તાજ બાદશાહ છે આ આલમમાં
તો માશુક એની તેના થકી રાણી બની જાય છે
૧૪-૦૬-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Superb. No word for comment. Thanks for heart touching words.