પરાજીત (૨)

chhori

(ગતાંકથી આગળ)

             મહીમાના આગમન પહેલાની એકલતા બમણા વેગથી ચંપકલાલને ઘરી વળી બે મહિના જેવો સમય પસાર થઇ ગયો.એક રાત્રે કોઇ ઢંગધડા વગરના વિચારોમાં મોડી રાત સુધી એ જાગતા રહ્યા આવું પહેલી વાર બન્યું.વહેલી સવારે આંખ મિંચાઇ અને ઉઘડી ત્યારે સવારના આઠ વાગ્યા હતા. સવારના છ વાગે જાગતા ચંપકલાલ આજે નિત્યક્રમથી પરવારી રસોડામાં આવી પોતાના માટે કોફી બનાવી અને કોફીનો મગ લઇએ બાલ્કનીમાં ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતી અપરાજીતા પર તેમની નજર પડી અને એને જોઇ અવાક થઇ ગયા.અપરાજીતા તેમની સોસાયટીની સામેની રત્નદીપ સોસાયટીમાં જતી રહી.

       પછી તો એ રોજ બાલ્કનીમાં ઊભા રહી એ અપરાજીતાને જોતા હતા.એક દિવસ અચાનક એણે ઉપર જોયું અને ચંપકલાલ પોતાને જુવે છે એ આભાસ થતા જયારે એ ત્યાંથી પસાર થતી ત્યારે અચૂક ઉપર જોતી.આખર ચંપકલાલે એને મળવા અને વાત કરવાનો વિચાર કર્યો અને બીજા દિવસે અપરાજીતા કેટલા વાગે વોક માટે નીકળે છે અને પાછી આવે છે તેની નોંધ લીધી.

       ત્રીજા દિવસે ચંપકલાલ એના પાછળ નીકળ્યા અને અપરાજીતાનો વોકનો રૂટ એમને ખબર પડી ગઇ.એ પછીના દિવસે તેમણે ઝડપથી  જતી અપરાજીતા સાથે વાત કરવા પોતાની ઝડપ વધારવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધી રત્નદીપ સોસાયટીનો ગેટ આવી જતા એ ત્યાં ગઇ અને પોતે ઘેર પાછા ફર્યા.

       અપરાજીતાએ ઘેર આવી એના પતિ તપનને ચંપકલાલની ગતિવીધી વિષે વાત કરી તો તપન વિફર્યો અને સોસાયટીના પોતાના મિત્ર વર્તુળને બધી વાત કરી અને ચંપકલાલને પાઠ ભણાવવાનો તખતો ગોઠવાયો.બીજા દિવસે પણ ચંપકલાલ અપરાજીતાને વાત કરવા નિષ્ફળ ગયા પણ રત્નદીપના ગેટ પાસે રાહ જોતા ટોળાએ તેમને ગાળો ભાંડતા ગડદા પાટુ કરવા લાગ્યા કોઇએ પોલીસને જાણ કરી અને પોલીસ ચંપકલાલને વેનમાં બેસાડી પોલીસ ચોકી લઇ ગઇ.

                 જમાનાના ખાધેલ ઇન્સ્પેકટર સાવંતે લોકઅપમાં બંધ શુન્ય મનસ્ક ચંપકલાલને મળ્યો.ચંપકલાલને જોયા પછી તેને ન લાગ્યું કે આ માણસ લંપટ હોઇ શકે છતા વાતની શરૂઆત કરતા પુછ્યું

‘કાકા આ ઉમરે આપને અપરાજીતા સાથે આવું કરવું શોભે.?’

‘ઇન્સ્પેકટર સાહેબ હકિકત જાણવા માંગતા હો તો હું કહું તે સાંભળો અથવા આપ પણ બીજાની જેમ ગેરસમજણ કરો તો સત્તા સામે શાણપણ નકામું છે…’કહેતા ચંપકલાલની આંખ ભીની થઇ ગઇ.ઇન્સ્પેકટરે તેમને પાણી પાઇ શાંત પાડ્યા અને ચંપકલાલ પોતે કશું ન બોલે ત્યાં સુધી રાહ જોવી મુનાસીબ માની બેઠા રહ્યા.

‘સાહેબ બે મહિના પહેલા સીટી લાયબ્રેરી પાસે અકસ્માત થયેલો એ યાદ છે…?’

‘હા…એમાં એક છોકરી પર ઉછડેલી કાર પડી અને એ ઓન ધ સ્પોટ મરી ગઇ…હં..તો..?’

‘એ છોકરી મહીમા મારા કાકાઇ ભાઇ ઠાકરસીની દીકરી અને મારી ભત્રિજી થાય…’

‘હં..તો…?’

‘મહીમા અને અપરાજીતાની શકલ એક બીજાને મળતી આવે છે…અપરાજીતા લાંબી છે મહીમાનું કદ નાનું હતું…મહીમા ચશ્મા પહેરતી હતી અપરાજીતાને ચશ્મા નથી… અપરાજીતા અને મહીમા બંનેના કપાળ મોટા છે…અપરાજીતા ગોળ ચાંદલો કરે છે મહીમા લંબગોળ ચાંદલો કરતી હતી…’કહી ચંપકલાલે મનીપર્શ કાઢી મહીમાનો ફોટો દેખાડતા કહ્યું

‘સાહેબ આ છે મારી મહીમા…’કહી ચંપકલાલ રડી પડ્યા. ફોટોગ્રાફ જોઇ ઇન્સ્પેકટર પણ અચંબામાં પડી ગયો.તેણે ચંપકલાલને પાણી પાઇ કહ્યું

‘સોરી કાકા મને એ થયેલી ગેરસમજણ સમજાય છે..એમાં આપનો કંઇ વાંક નથી…’કહી ઇન્સ્પેકટરે ફોટોગ્રાફ પાછો આપ્યો.

‘એ ભલે આપની પાસે રહ્યો…હું તો ફકત અપરાજીતાને એટલું જ પુછવા માંગતો હતો કે શું એ મારી મહીમા જેમ મારી સાથે રમી રમવા ને કોફી પીવા આવશે…?’

       ઇન્સ્પેકટરે જરૂરી કાગળિયા પર ચંપકલાલની સહી લઇ ઘેર જવા રજા આપી. રિક્ષામાંથી ઉતરી પોતાના ઘેર જતા ચંપકલાલને જોઇ ઓફિસે જવા નિકળેલો તપન સીધો પોલીસ ચોકી પર ગયો અને ઇન્સ્પેકટરને પુછ્યું

‘ઓલા ડોસલાને સજા આપવાને બદલે આપે તેને છોડી મૂક્યો…?’

‘મી.તપન આમ ઉતેજીત ન થાવ અને મારી વાત સાંભળો…’જરા કડક અવાઝમાં ઇનસ્પેકટરે કહ્યું

        ત્યાર બાદ ચંપકલાલે કહેલી બધી હકીકત જણાવી તપનને મહીમાનો ફોટોગ્રાફ દેખાડતા પુછ્યું

‘આ મહીમા છે આપની પત્નિ અપરાજીતાની હમશકલ…’

       તપન પણ પહોળી આંખે મહીમાનો ફોટોગ્રાફ જોઇ રહ્યો અને પછી પોતાના ચંપકલાલ સાથે કરેલા બેહુદા વર્તન યાદ કરતા તે પોતાની જ નજરમાં વામણો સાબિત થઇ ગયો.ભારે પગલે અને ભીની આંખે પોલીસચોકીમાંથી બહાર નીકળી તપન ઘેર ગયો.ઘેર આવીને જે લોકોએ ચંપકલાલને ગડદા પાટું કરી હતી એ બધાને ભેગા કરી હકીકત જણાવી તો સૌ અવાંક થઇ ગયા.

‘ચાલો…ચાલો..આપણે ચંપકકાકાની માફી માંગી આવીએ …’

કહી ઘેરો રત્નદીપ સોસાયટીમાંથી નીકળી અરિહંત સોસાયટીમાં દાખલ થતું હતું કોલાહલ સાંભળી ચંપકલાલ બાલ્કનીમાં આવ્યા અને ઘેરાને જોઇ રખે વળી પાછું કશુંક અજુગતુ થાય એ ભયમાં એમણે સાતમામાળની બાલ્કનીમાંથી પડતું મૂકયું. અગ્યારમાં માળથી નીચે આવતી લિફ્ટની રાહ જોતા ઘેરાએ ચંપકલાલના દેહનો ધુબાકો સાંભળી પાછા ફર્યા ત્યાં લોહીના ખાબોચિયામાં ચંપકલાલે બે ડચકા ખાઇ પ્રાણ ત્યાગ કર્યો ત્યારે પરાજીત થયેલ અપરાજીતા પોક મૂકી રડી પડી

‘મારે એમની વાત સાંભળવી જોઇતી હતી તો આ બનાવ ન બનત… તો આ બનાવ ન બનત…સતત એવા લવારો કર્યા પછી એ એકી ટશે શુન્ય મનસ્ક ચંપકલાલના શબની જોતી રહી અચાનક એણે સંતુલન ખોયું અને એના બંને હાથ ચંપકલાલના લોહીથી ખરડાયા તેને જોઇ અચાનક એણે અટહાસ્ય કર્યું તો સૌ અવાંક બની ગયા અને પરાજીત થયેલી અપરાજીતા જમીન પર ફસડાઇને બેહોશ થઇ ગઇ.એને તરત હોસ્પિટલમાં ખસેડાઇ પણ એ છેલ્લા છ મહિનાથી કોમામાં છે.(સંપુર્ણ)

 

One Response

  1. mis understanding koi no jiv pan lai shke che

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: