કેમ ને શા કારણે આવી મને પજવ્યા કરે;
નિત નવા વાઘા ધરીને ખેલ તું ભજવ્યા કરે
વાત અમથી તુચ્છ જેવી હોય તેથી શું થયું
ગાઇ વગાડી કે ઉડાડી કેટલી તું ગજવ્યા કરે
ભુલથી કરેલી કો’ છાની વાતનો કનકવો કરી
અફવા તણા આકાશમાં ઉડાડી ને લજવ્યા કરે
ઓલાઇ ગયેલી ભુલની આગ ફૂકી કરી સતત
દિલને છાના ડાંભ ચાંપ્યા કરી કાં દઝવ્યા કરે
‘ધુફારી’ને ખબર તારા બાધા મેલા દાવ પેંચની
એના અસતિત્વને તું સતત વ્યર્થ હચમચ્યા કરે
૨૮-૦૫-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply