પરાજીત

chhori

       ચંપકલાલ સુવર્ણ કમલ સોસાયટીમાં છેલ્લા ૧૫ વરસથી રહેતા હતા.તેમની પત્નિ સરોજના અવસાન પછી ત્રણ બેડરૂમનો વિશાળ ફલેટ તેને ભૂત બંગલા જેવો ભાસ્યા કરતો હતો.કંટાળીને આખર એક એસ્ટેટ એજન્ટનો સંપર્ક કરી એ ફલેટ વેંચી માર્યું.પૈસા સારા મળ્યા તેમાંથી અહીં અરિહંત સોસાયટીમાં સાતમા માળે એક નાનો ફલેટ ખરિદી લીધો અને અહીં રહેવા આવી ગયા. 

       પત્નિના અવસાન પછી પોતાના અંતરમુખી સ્વભાવને લીધે ચંપકલાલ કોઇમાં ભળી શકતા નહીં.શાક ભાજી વાળા, ફ્રૂટ વાળા અને એક સુપર સોપીના માલિક સિવાય કોઇના સંપર્કમાં પણ ન હતા એટલે ચંપકલાલ બાબત કોઇને જાજી જાણ ન હતી.

          ચંપકલાલ વહેલી સવારે મોર્નિન્ગ વોક અને સાંજે ઇવનિન્ગ વોક પર જતા. સવારે વોક પરથી આવ્યા પછી કોફી પી નિત્યક્રમ પતાવી પોતાના માટે જાતે નાસ્તો બનાવતા અને કોફી સાથે ન્યાય આપી.ટીવી સામે બેસી જતા ટીવીની ચેનલ્સ ફેરવતા કોઇ કોમેડી ફિલ્મ દેખાતી તો એ જોતા નહીંતર હિસ્ટી અને ડિસ્કવરી ચેનલ્સ જ જોતા.

        પોતાના માટે જમવાનું બનાવી જમી પરવારી રસોડું ચોખ્ખું ચણાંક કરી આડે પડખે થતા અને સાંજે કોફી પી ઇવનિન્ગ વોક માટે જતા.આ નિત્યક્રમ ચાલતો હોવા છતા તેમને ઘણી વખતે એકાંત બહુ વસમું લાગતું ત્યારે કેટલી વાર સુધી પત્નિ સરોજના ફોટા સામે બેસી લવારે ચઢી જતા

‘સરૂ તું મને એકલો મૂંકીને શા માટે જતી રહી…? તને તારા ચંપકનો તારા ગયા પછી શું થશે એનો વિચાર ન આવ્યો…? બોલ સરૂ બોલ…’ અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડતા. 

         એક દિવસ એના કાકાઇ ભાઇ ઠાકરસીની અમેરિકામાં અભ્યાસ કરતી દીકરી મહીમા ભારત આવી.મહિમા નાની હતી ત્યારથી એનુ અને ચંપકલાલનુ સારૂ બનતું એટલે એ ચંપકલાલને મળવા આવી.ચંપકલાલ તો ખુશ ખુશાલ થ્‍ઇ ગયા.ત્યાર પછી મહીમા રોજ ચંપકલાલ પાસે આવી કલાકવાર બેસતી અને બંને રમી રમતા વાતો કરતા વચ્ચે ચંપકલાલ બંને માટે કોફી બનાવતા

         મહીમા ચંપકલાલને મળવા આવી તો ચંપકલાલ કોફી બનાવવા ઊભા થયા તેને મહીમાએ કહેલું

‘અંકલ તમે બેસો કોફી હું બનાવી આપું …’ તો ચંપકલાલે કહ્યું

‘એ બનાવતા તને નહીં ફાવે તું બેસ..’

             પછી રેફ્રીજેટરમાં મૂકેલા મિલ્ક મેઇડના ડબ્બામાંથી જાડું દુધ અને બ્રુ કોફી અકેક મગમાં મિક્સ કરી ચમચાથી કેટલીવાર સુધી ઘૂંટયા કરી પછી એમાં ગરમ પાણી નાખી હલાવીને મહીમાને આપતા કહ્યું

‘બોલ તું આવી કોફી બનાવી શકે…?’

      મહીમાએ આ પહેલા આવી કોફી કદી પીધી ન હતી એનો સ્વાદ જ કંઇ અલગ હતો એટલે હું કોફી બનાવી આપું એ વાદ એણે મૂકી દીધો પણ ત્યાર પછી આ જાણે નિત્ય ક્રમ થઇ ગયો એજ મહીમાનું ચંપકલાલને મળવા આવવું રમી રમવી અને સાથે બેસી કોફી પીવી અને અહીં તહીંની વાતો કરવી. મહીમાના આ નિત્યક્રમથી ચંપકલાલની એકલતા લગભગ હવા થઇ ગઇ પણ આ આનંદ જાજો સમય ટક્યો નહીં   

        એક દિવસ મહિમા લાયબ્રેરીમાંથી પુસ્તક લઇને બહાર આવી દૂર પાર્ક કરેલી પોતાની બાઇક પાસે જઇ રહી હતી ત્યારે અચાનક એક કારનો એક ટ્રક સાથે જબરદસ્ત ટકરાવ થયો એ અકસ્માતમાં કાર હવામાં ફંગોળાઇને નીચે આવતા એ કાર મહીમા ઉપર પડી અને એ અકસ્માત જીવલેણ સાબિત થયો અને મહીમા ત્યાં જ મરણ પામી.

    અકસ્માતના ધડાકાનો અવાઝ સાંભળી અકસ્માતમાં ઘાયલ થયેલ કોણ છે એ જોવા લાયબ્રેરીમાંથી સૌ બહાર આવ્યા લાયબ્રેરીયન મહીમાને જોઇ તે પાછો લાયબ્રેરીમાં ગયો અને મહીમાના ઘરના નંબર લઇ બહાર આવ્યો ત્યાં સુધી ઘટના સ્થળ પર આવી ગયેલ પોલીસને આપ્યો તે પરથી મહીમાને ઘેર જાણ કરવામાં આવી અને એમ્બ્યુલન્સ માટે કોલ કર્યો અને મહીમાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી.                          

         મહીમાના પપ્પા ઠાકરસી અને ચંપકલાલ સાથે કુટુંબીજનો હોસ્પિટલમાં ભેગા થયા અને મહીમાનું પોસ્ટમોર્ટમ ન કરવા ડોકટરને વિનંતી કરી અને આખર જરૂરી કાર્યવાહી પુરી કરી મહીમાનું શબ એમ્બ્યુલન્સમાં ઘેર લાવાવામાં આવ્યુ અને અગ્નિસંસ્કારની તૈયારી કરાઇ અને બે કલાક પછી ભારે હ્રદયે મહીમાના ભાઇ વિરલએ અગ્નિદાહ આપ્યો.ઠાકરસીના ઘેરથી ભારે હ્રદયે ચંપકલાલ ઘેર આવ્યા.(ક્રમશ)

 

 

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: