માનો ન માનો એય નડે છે
શકયતા જ્યારે સાચી પડે છે
મનમાં ચાલે ઉધામા અતિશય
વિચાર વંટોળે દ્વારો ખડખડે છે
તર્ક વિતર્કની વણજારો ચાલી
ક્યાંક તો એના પડાવો પડે છે
છીપો બધી કંઇ હોતી ન ખાલી
કોઇમાં તો સાચો મોતી જડે છે
માનુની અતિ જે દિલને ગમેલી
‘ધુફારી’ દિલમાં નજરે પડે છે
૦૫-૦૭-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply