(ગતાંકથી ચાલુ)#
ત્રણ વરસ પસાર થઇ ગયા. જાદવજી સીએ થઇ ગયો.સીએનું સર્ટિફિકેટ પ્રાણલાલ ને બતાવી જાદવજી રડી પડ્યો.
‘પ્રાણભાઇ તમારી મહેરબાનીથી હું સીએ થયો…’
‘રડ નહી દીકરા આ તારી ધગસનું પરિણામ છે આ પ્રાણલાલ તો નિમિત બન્યો…’ કહી જાદવજીના આંસુ લુછી સાંત્વન આપ્યું.
જાદવજીની ઓફિસની બાજુમાં એક બીજી ઓફિસમાં ટેલિફોન ઓપરેટરનું કામ કરતી સરલા અને જાદવજી ઓફિસે જતા મળી જતા અને આછા સ્મિત સાથે છુટા પડતા.એક દિવસ હિમત કરીને જાદવજીએ એને પુછ્યું
‘આપને વાંધો ન હોય તો એક અંગદ સવાલ પુછું…?’
‘હા…પુછો…’
‘આપના ઘરમાં કોણ કોણ છે…?’
‘કોઇ નથી હું મારી સહેલી સાથે રહું છું અને ટેલિફોન ઓપરેટરની નોકરી કરૂં છું…’
‘હું મારી કંપનીમાં આસિસટંટ એકાઉટંટ તરિકે નોકરી કરૂં છું અને એકલો જ રહું છું મારી સાથે લગ્ન કરશો..?’
આર્યસમાજ વિધીથી જાદવજી અને સરલા પરણી ગયા.સરલા જ્યારે જાદવજીના રૂમ પર આવી ત્યારે જીવલાની ઓળખાણ આપતા જાદવજીએ કહ્યું
‘આ મારો જુનો મિત્ર છે જીવણ અમે બંને રોજ સાથે જ જમીએ છીએ…’
‘તો હવે ત્રણેય સાથે બેસી જમીશું..’કહી સરલા હસી
સરલા સાથ લગ્ન થયાના બીજા જ વરસે પ્રાણલાલ રિટાયર થયા અને તેમની ભલામણથી પ્રાણલાલની ખુરશી જાદવજીને મળી ગઇ.તેણે બીજા મહીનાથી સરલાને નોકરી મુંકાવી દીધી પણ સરલાએ ઘેર બેઠા ટ્યુશન ચાલુ કર્યા.ટેલિફોન ઓપરેટરની મગજ મારી કરતા આમાં એને સારા એવા પૈસા મળતા હતા.બંને ખુબ ખુશ હતા અને તેમાં એક ખુશીનો ઉમેરો થયો સરલાના ખોળે દીકરો આવ્યો નામ પાળ્યું નવિન.બાળકના આગમન પછી શેરની દલાલીમાં જાદવજીને સારા પૈસા મળવા લાગ્યા.
એક દિવસ સરલાએ જાદવજીને કહ્યું ‘કપરા કાળમાં જીવણભાઇએ તમને આશરો આપ્યો.આ જીવણભાઇ કેટલા દિવસ પારકી નોકરી કરશે…?’
‘તું કહેવા શું માગે છે….ફોડ પાડ..’ જાદવજીએ સરલાને કહ્યું
‘મારા ટ્યુશનના પૈસામાંથી હું ૧૦% અલગ રાખુ છું તેમાંથી આપણે જીવણભાઇને ચ્હાની લારી કરી આપિયે તો…?’
‘વિચાર ખોટો નથી….’
ચ્હાની લારી તૈયાર થઇ ગઇ તેના બીજા દિવસે સરલાએ બપોરે જમતા જીવલાને કહ્યું
‘જીવણભાઇ હવે તમારે નોકરી નથી કરવાની…..’
‘ભાભી નોકરી નહીં કરૂં તો….’શું કહેવું તેની અવઢવમાં જીવલો અટવાઇ ગયો
‘હમણાં તો તું પ્રેમથી જમી લે પછી વાત કરીએ…’જાદવજીએ કહ્યું
જમી લીધા પછી ચાલીના ખુણે તાલપત્રીથી ઢાંકી રાખેલ લારી બતાવી જાદવજીએ કહ્યું
‘હવે તારી મરજી પડે ત્યાં ઊભી રાખી આના પર ચ્હા બનાવીને વ્હેંચજે…નોકરીમાંથી છુટ્ટી..’ કહી જાદવજી હસ્યો તો ગળે ડૂમા ભરાયલા જીવલાએ જાદવજીને બાથ ભીડી રડી પડ્યો
‘જાધુ તેં મારા પર મોટો ઉપકાર કર્યો છે….’
‘હવે ઉપકાર બુપકારની વાત રહેવાદે હું જ્યારે મુંબઇ આવ્યો અને તેં માથું રાખવા જગા આપી હતી ત્યારે મેં તો નથી કહ્યું જીવલા તેં મારા પર ઉપકાર કર્યો છે…ચાલ ખોલીમાં જઇ આરામ કર અને બપોરે સૌથી પહેલા અમને ચ્હા બનાવી પિવડાવજે….’કહી જાદવજીએ જીવલાની પીઠમાં ધબ્બો માર્યો
જીવલો સવારે ખાંડ વગરની ચ્હા બનાવી રાખતો અને જેમને જોઇએ તેવી એલચી વાળી,મસાલા વાળી,સુગર ફ્રી ગોળી વાળી ચ્હા બનાવીને ગ્રાહક સાચવતો અને લારી ચાલી પડી.ગામડામાં રહેતી મા ને મુંબઇ બોલાવી લીધી.બે પાંદડે થયેલા જીવલાને જાદવજી અને સરલાએ પ્રેમથી પરણાવ્યો.
-૦-
બેનાને મેલેરિયા લાગુ પડયો અને જીવલેણ સાબિત થયો.રતન અવાર નવાર નિશાશો નાખી પિતાંબરને કહેતી ‘આ તે કેવા નશીબ એક સાધુઓ સાથે ગયો અને બીજો કોણ જાણે ક્યાં ભાટકતો હશે એક દીકરી જેવી વહુવારૂં હતી એ પણ મેલેરિયામાં ગઇ…હે રામ..’
બીનાના અવસાન પછી બીજાજ વરસે પિતાંબરની બંને આંખે મોતિયો આવ્યો.ડોકટરે ઓપરેશન કરાવી લેવાની સલાહ આપી પણ ૪૦૦૦૦ રૂપિયા કાઢવા ક્યાંથી..? આવક બંધ થઇ જતા દામાની કચકચ વધી ગઇ ‘આ ભઠ્ઠીના તાપ સહી બે પૈસા માંડ મળે છે તેમાંથી છાસ રોટલો માંડ નીકળે છે તો ઓપરેશનના પૈસા ક્યાંથી કાઢવા….’ અને એક દિવસ એ પિતાંબર અને રતનને રાજકોટના અનાથાશ્રમમાં મુકી આવ્યો.
એક દિવસ રસ્તામાં જાદવજીને તેની પાડોશમાં રહેતો જુનો મિત્ર વસંત મળી ગયો. બંને હોટલમાં બેસી ચ્હા પીતા વાતે વળગ્યા ત્યારે જાદવજીને ઘરના બધા સમાચાર મળ્યા.
જાદવજી બીજાજ દિવસે રાજકોટ ગયો અને અનાથાશ્રમ શોધી પિતાંબર અને રતનને મુંબઇ લઇ આવ્યો.એક આઇ સર્જનની સલાહ લઇને પિતાંબરની આંખોનું ઓપરેશન થયું.અઠવાડિયા પછી કેક કાપીને પિતાંબરને નવિને બટકો ખવડાવી એક કાર્ડ નવિને પિતાંબરને આપ્યું ત્યારે સરલા અને જાદવજીએ કહ્યું
‘હેપ્પી ફાધર્સ-ડે બાપુજી’(સંપૂર્ણ)
૨૭-૦૫-૨૦૧૬
#(આ વાર્તાનો પૂર્વાર્ધ તા.૧૧-જુલાઇ-૨૦૧૬ના આ જ બ્લોગ પર પ્રકાશિત થયો હતો શરત ચૂકથી રહી ગયેલ ઉતરાર્ધ આજે મૂકેલ છે)
Filed under: Stories |
Leave a Reply