મેં મને પુછ્યું હતું બસ એટલું તું કેમ છો?
વાઘરા જાણે બધુ કાં પુછતો તું કેમ છો?
આજ છે લડવા તણાં મૂડમાં નો’તી ખબર
ભુલથી પુછત નહીં અમથું જરા કે કેમ છો?
મેં અમસ્થુ હાથ રાખી દિલ પરે પુછ્યું હતું;
કાં અડી ચચરાટ આપી ને કહે છે કેમ છો?
બળતરાથી આંખ ઉભરાતી તને દેખાય ના
આંસુ લુછવાનું પરહરી તું કેમ પુછે કેમ છો?
છે ‘ધુફારી’ને ખબર શી અવદશા મારી થતી;
ના કશી પણ લાગણી વિણ પુછતો કે કેમ છે?
૦૭-૦૫-૨૦૧૭
Filed under: Poem |
Leave a Reply