ઇદી (૨)

zumara

(ગતાંકથી ચાલુ)     

એ વરસે રમજાન માસમાં કુલસુમે હમીદ અને હલીમાને પોતે પણ રોઝા રાખશે એમ જણાવ્યું.રોજ સાંજના આઝાન થઇ ગયા પછી જખુ કુલસુમને રુડીએ તૈયાર કરેલ લીંબુનો શરબત પાઇ રોઝો ખોલાવતો.આખા મહિના દરમ્યાન આ ક્રમ ચાલ્યો.

    પોતાને ખેંગાર તરફથી વાપરવા મળતા પૈસા જખુએ ભેગા કરી રાખ્યા હતા.તેની ઇચ્છા હતી કે ઇદના દિવસે તે કુલસુમને ચાંદીના મિનાકારી વારા ઝુમરા(લટકણિયા)ની ઇદી આપવી.માંડવીની સોના બઝારમાં તેણે તપાસ કરી પણ મન ન માન્યું. કોઇએ તેને કહ્યું કે ભુજમાં વેલજી વલ્લભજી બુધ્ધભટ્ટીની મોટી દુકાન છે ત્યાં તને મનગમતા ઝુમરા જરૂર મળશે તેથી જખુ કોઇને જાણ કર્યા વગર ભુજ જવા રવાનો થઇ ગયો. Continue reading