વાત વણસી જાય છે વાત વાતમાં;
માણસ નથી રહેતો માણસ જાતમાં
જાગૃત હો અથવા સુસુપ્ત અવસ્થામાં
માણસ બસ ભમતો રહે છે આઘાતમાં
જે સતત અવઢવ મહીં ખોવાયલો રહે
એ ભલા ક્યાંથી પડે અન્યની પંચાતમાં
મિત્રો અને સગા સબંધીના વહેવારની
અટવાય છે મન પર પડેલી એ ભાતમાં
તું ‘ધુફારી’ને કહે અથવા ના કહી શકે
તું નિશાચર સમ તારા ગણે છે રાતમાં
૦૭/૦૪/૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply