લાગણીઓ કે માંગણીઓ જ સાલી લલચાવે છે;
અને પછી એ વખત કવખત બહુ હચમચાવે છે
કરોળિયા તણાં જાળા સમાણાં બંધનો છે બાંધ્યા
જરા ઢિલા પડે એ બંધનો તેને વધારે કચકચાવે છે
તમારી જિંદગીની ડોર બાંધેલી એના ટેરવા પર;
પછી દિન અગર હો રાત તમને તેથી નચાવે છે
નિત નવા સ્વરૂપમાં આવીને એ તમોને મળશે
ને નવા વાઘામાં સજાવીને નવા ખેલો રચાવે છે
સંસાર વચ્ચે સધિયારો ઇશનો મોટો છે ‘ધુફારી’ને
નખરાળી તણાં નખરાથી સદાકાળ જે બચાવે છે
૨૦-૦૨-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply