Posted on June 30, 2017 by dhufari

(ગતાંકથી ચાલુ)#
ત્રણ વરસ પસાર થઇ ગયા. જાદવજી સીએ થઇ ગયો.સીએનું સર્ટિફિકેટ પ્રાણલાલ ને બતાવી જાદવજી રડી પડ્યો.
‘પ્રાણભાઇ તમારી મહેરબાનીથી હું સીએ થયો…’
‘રડ નહી દીકરા આ તારી ધગસનું પરિણામ છે આ પ્રાણલાલ તો નિમિત બન્યો…’ કહી જાદવજીના આંસુ લુછી સાંત્વન આપ્યું.
જાદવજીની ઓફિસની બાજુમાં એક બીજી ઓફિસમાં ટેલિફોન ઓપરેટરનું કામ કરતી સરલા અને જાદવજી ઓફિસે જતા મળી જતા અને આછા સ્મિત સાથે છુટા પડતા.એક દિવસ હિમત કરીને જાદવજીએ એને પુછ્યું
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on June 23, 2017 by dhufari

મેં મને પુછ્યું હતું બસ એટલું તું કેમ છો?
વાઘરા જાણે બધુ કાં પુછતો તું કેમ છો?
આજ છે લડવા તણાં મૂડમાં નો’તી ખબર
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on June 17, 2017 by dhufari

(ગતાંકથી ચાલુ)
એ વરસે રમજાન માસમાં કુલસુમે હમીદ અને હલીમાને પોતે પણ રોઝા રાખશે એમ જણાવ્યું.રોજ સાંજના આઝાન થઇ ગયા પછી જખુ કુલસુમને રુડીએ તૈયાર કરેલ લીંબુનો શરબત પાઇ રોઝો ખોલાવતો.આખા મહિના દરમ્યાન આ ક્રમ ચાલ્યો.
પોતાને ખેંગાર તરફથી વાપરવા મળતા પૈસા જખુએ ભેગા કરી રાખ્યા હતા.તેની ઇચ્છા હતી કે ઇદના દિવસે તે કુલસુમને ચાંદીના મિનાકારી વારા ઝુમરા(લટકણિયા)ની ઇદી આપવી.માંડવીની સોના બઝારમાં તેણે તપાસ કરી પણ મન ન માન્યું. કોઇએ તેને કહ્યું કે ભુજમાં વેલજી વલ્લભજી બુધ્ધભટ્ટીની મોટી દુકાન છે ત્યાં તને મનગમતા ઝુમરા જરૂર મળશે તેથી જખુ કોઇને જાણ કર્યા વગર ભુજ જવા રવાનો થઇ ગયો. Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on June 12, 2017 by dhufari

વાત વણસી જાય છે વાત વાતમાં;
માણસ નથી રહેતો માણસ જાતમાં
જાગૃત હો અથવા સુસુપ્ત અવસ્થામાં
માણસ બસ ભમતો રહે છે આઘાતમાં
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on June 9, 2017 by dhufari

લાગણીઓ કે માંગણીઓ જ સાલી લલચાવે છે;
અને પછી એ વખત કવખત બહુ હચમચાવે છે
કરોળિયા તણાં જાળા સમાણાં બંધનો છે બાંધ્યા
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on June 6, 2017 by dhufari

૧૯૫૦ની સાલમાં કરાંચીમાં કોમી રમખાણ ફાટી નિકળ્યા ત્યારે ખેંગાર જેવતનું મન ભયના ભારણ હેઠ પડિકે બંધાઇ ગયું.એક રાતે તેણે પોતાની ઘરવાળી રૂડીને કહ્યું
‘રૂડી હવે અહીં રહેવામાં જોખમ છે માટે આપણે અહીંથી વહેતી તકે ઉચાળા ભરી લેવા જોઇએ..’
‘તો શું કરીશું અને ક્યાં જઇશું…?’ચિતીત સ્વરે રૂડીએ પુછ્યું
‘બીજે ક્યાં જ્યાં આપણા વડવાના મૂળિયા છે એવા સરહદને પેલે પાર કચ્છડે જઇશું એટલે હળવે બધી તૈયારી કરી લે…’
બીજા દિવસે રૂડીએ પોતાના મનનો ઉભરો પાડોશમાં રહેતી તેની સખી હલિમા પાસે ઠાલવ્યો એ સાંભળી હલિમા પણ હાય અલ્લાહ કહી ગભરાઇ ગઇ એણે તેના ધણી હમીદ અલ્લારખાને બધી વાત કરી.બપોરા કરીને હમીદ ખેંગારને મળ્યો Continue reading →
Filed under: Stories | Leave a comment »