સખ્સ જે લીલોછમ લાગણીઓથી ભરચક છે
આ દુનિયા એને સમજે એ સાવ બબુચક છે
પોતાનો કક્કો છે ખરો કહેનારા ઘણા મળશે
એ એમ કહશે મેં જે કંઇ કહ્યું એજ સાર્થક છે
અહીં લોકો તણાં વિચારો કે વર્તન અલગ છે
અહીં સૌ અભિનેતા છે અલગ એના નાટક છે
ખાધેલ જમાનાના લોક પણ મળતા રહે જોજો
બધા વેંઢારતા જાતા હશે એ જીંદગી પાકટ છે
‘ધુફારી’ જ્યાં જ્યાં નજર ફેરવી એને સમજાણું
દાનેશ્વરી તો જૂજ જોયા વધારે લોક યાચકછે
૧૭-૦૨-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply