સંસ્કાર (૩)

vichar

(ગતાંકથી આગળ)

‘હું પરણીને આવી ત્યારે બાએ પાસે બેસાડી એક વખત કહેલું દીકરી થોડા થોડા પૈસા અલગ રાખતી જા એમાંથી આપણું કચ્છનું મકાન છે જે આગળ જતા તારી મરજી મુજબની સગવડ વાળું કરાવી શકાય એટલે તમે મને જે પૈસા આપતા હતા એમાંથી દશ ટકા આ ખાતું ખોલાવી એમાં જમા કરતી હતી મહિના આખરે વધેલી રકમ એમાં જમા કરાવતી હતી તે જમા થયેલી આ રકમ છે.’કહી વસુમતી હસી

‘એમ તો મારી પાસે પણ ફિક્સની દશ રસીદો છે..જેમાંની એક તોડાવવાનો વિચાર કરતો હતો.’

‘એ ભલે રહી હાલતો આમાંથી ચલાવશું…’

          નદીના પ્રવાહની જેમ સમય વીતી રહ્યો હતો.મકાનમાં જોઇતું સમાર કામ કરાવી જોઇતી સગવડો કરાવી લીધી અને જરૂરિયાતની બધી વસ્તુઓ વસાવી લીધી.સાંજે આશાપુરા મંદિરે કે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા.કચ્છમાં લગભગ બધી જગાએ ફરી આવ્યા.આમ સુખના સથવારે અને પાનની રંગતમાં દિવસો પસાર થતા હતા.

        એક દિવસ વસુમતીએ આપેલ પાન ચાવતા તલકશી જરા વિચારે ચઢી ગયો અને પછી એક નિશ્વાસ નાખી મલક્યો તો વસુમતીએ પાનદાની કોરાણે મૂકતા પુછયું

‘શુ થયું તલક શું વિચારીને નિશ્વાસ નાખ્યો ને મલક્યો…?’

‘તને યાદ છે વસુ આપણે જયસુખને મળવા વડોદરા ગયેલા…?’

‘હા…પણ તેનું અત્યારે શું છે…?’અવઢવમાં પડતા વસુમતીએ પુછયું

‘જયસુખના તન્મય મુકેશ સાથે રમવા ૧૦-૧૨ રમકડાંની ગાડીઓ લાવેલો એમાંથી એક પીળા રંગની ગાડી મુકલાએ ગજવે ઘાલી તો તન્મયે જયસુખને કહ્યું જુવો મેકેશ મારી ગાડી લઇ જાય છે જયસુખે મુકલા સામે જોયું તો તેણે ગજવામાંથી ગાડી કાઢી અને એ જોઇ મેં કહ્યું મારા મુક્લાને જે ચીજ પસંદ આવે તે લઇલે અને તન્મયે તે ગાડી લેવા હાથ લાંબો કર્યો તો જયસુખે કહ્યું ભલે રહી એના પાસે હું તને બીજી લઇ આપીશ તું તો મારો ડાહ્યો દીકરો છેને…? અને તન્મયે તે ગાડી મુકલાને આપી દીધી.તે વખતે મુકલાને એ ન કહ્યું જે જયસુખે તન્મયને કહ્યું હતું પણ જયસુખે આપણને વળાવતી વખતે મને કહ્યું તલક આ મુકલાની આ ટેવ સારી નથી આગળ જતા તને આડી આવશે ત્યારે મેં હસી કાઢી કહેલું છોકરાવ એવું કરે તું તો ગંભીર થઇ  ગયો અને જયસુખની એ ભવિષ્યવાણી મુકલાએ સાચી પાડી એ વાત પરથી મારો નિરાશાનો નિશ્વાસ નિકળી ગયો અને મારી મુર્ખાઇ પર હસવું આવ્યું.

‘હા સાચી વાત છે તેં ત્યારે મુકલાને વાર્યો હોત તો એ આજે છે એવો કપાતર કદાચ ન થાત.’

         લગભગ દોઢ વરસ જેટલો સમય પસાર થઇ ગયો.એક દિવસ તલકશી સવારનું છાપું વાંચતો હતો અને વસુમતી સંસ્કાર ચેનલ પર સુધાંશુ મારાજનું પ્રવચન સાંભળતી હતી ત્યારે એકાએક’હાંફળા ફાંફળા દોડી આવેલા અને કરગરતા મુકેશે વસુમતીના પગ પકડી કહ્યું

‘મમ્મી-પપ્પા મેં આપનો વિશ્વાસઘાત કર્યો છે મને માફ કરો મમ્મી પોલીસ મને શોધી રહી છે મને સંતાડ..’ તલકશીની આંખ લાલ થઇ ગઇ અને એ કંઇ બોલે તે પહેલા હાથના ઇશારે રોકતા વસુમતીએ મુકેશનું બાવડું પકડી ઊભો કરી શાંતીથી હસીને કહ્યું

‘હોય છોકરાઓ ભુલ કરે છોરૂ કછોરૂ થાય માવતરથી કમાવતર ન થવાય જા છેલ્લા રૂમમાં એક મોટી કાળી સીસમની પેટી છે તેમાં તું સંતાઇ જા…’છેલ્લા રૂમ તરફ ઇશારો કરી તેને રવાનો કર્યો તલકશીને સમજાયું નહી કે વસુમતી કઇ માટીની ઘડેલી છે આટલું ડિંડવાણુ થઇ ગયું છતાં મુકલા પર ગુસ્સે ન થઇ ઉલટાનું તેને સધિયારો આપ્યો,આમાં જરૂર કંઇ ભેદ છે ચાલ જીવ જે હશે તે વાજતે ગાજતે આવશે માંડવે વિચારી તલકશી ફરી છાપુ વાંચવા લાગ્યો અને વસુમતી ટીવી પરનો પ્રોગ્રામ જોવા લાગી.

         અર્ધા કલાક પછી પોલીસની ગાડીની સાયરન સંભળાઇ અને એક પોલીસ ઇન્સ્પેક્ટર અને ચાર હવાલદાર તલકશીના ઘેર આવ્યા ઇનસ્પેકટરે બારણા પર હાથમાંની લાકડી ઠોકી પુછયું

‘તમે તલકશી વિકમશી છો..?’

‘હા સાહેબ બોલો શું કામ હતું…? અજાણ્યા થતા તલકશીએ કહ્યું

‘આપના દીકરા મુકેશે દુબઇમાં ડ્રગનો વેપાર કરતો હતો અમને સી.બી.આઇ ખાતા તરફથી મળેલ સુચના મુજબ અમે સર્ચ વોરંટ સાથે તમારા ઘરની જડતી લેવા આવ્યા છીએ પ્લીઝ બી કો-ઓપરેટીવ…’કહી પોલીસ ઘરમાં દાખલ થઇ અને અહીં ત્યાં જોતા છેલ્લા રૂમમાં આવ્યા ત્યારે કાળી પેટીનું ઢાંકણું ખોલી સંતાયેલા મુકેશને બાવડામાંથી પકડી ઊભો કરતા વસુમતીએ કહ્યું

‘સાહેબ આ છે આપનો ગુન્હેગાર લઇ જાવ મુવા નપાવટ, નાલયક, કપાતરને…’ સાંભળી તલકશી વસુમતીનો રોદ્રરૂપ જોઇ રહ્યો

‘મમ્મી…મમ્મી તું તારા દીકરાને સામેથી પોલીસને સોંપે છે….હું.તા..રો..મુકેશ…’ મુકેશે હાથ જોડી રડતા કરગરતા કહ્યું તો વસુમતી ત્રાડ પાડી ગરજી

‘કોણ મુકેશ..?જેણે પાંચમાં પુછાતા પોતાના બાપના મોઢા પર બદનામીની કાળાશ ચોપળી એ મુકેશ…? જેણે પોતાના મા બાપનો વિશ્વાસઘાત કરી પાવર ઓફ એટર્ની પર સહી લઇ રાજમહેલ જેવો બંગલો અને ધમધોકાર ચલતો સ્ટોર વેંચી મારી મા બાપને નિરાધાર કરી મૂક્યા એ મુકેશ…? હું કોઇ મુકેશને ઓળખતી નથી કહી બે અદબોથ જીંકી કહ્યું ‘સાહેબ લઇ જાવ આ કપાતરને અને કાકલુદી કરતા પગ પકડી બેઠેલા મુકેશને એક જોરદાર લાત મારી અળગો કર્યો.હવાલદારએ એને હાથમાં બેડી પહેરાવી અને ઊભો કરી ઘરની બહાર લઇ ગયા ત્યારે સીબીઆઇના અફસરે કહ્યું થેન્કસ…અને વસુમતી સોફા પર ફસડાઇ પડી મોટા સાદે રડી પડી…(સંપૂર્ણ) 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: