દો ગમે એટલી એને ગાળો,ગમે એટલું ટાળો;
સહુને ક્યારેક ને ક્યારેક તો સતાવે છે કંટાળો
મર્દાનગીને અને એને નથી લેવા યા ક્શી દેવા
કંટાળો એને પણ સતાવે ભલે હોય નર મુછાળો
નથી ભેદ એણે રાખ્યો કશો પણ રૂપ રંગોમાં
એને બધે સરખા અગર રૂપાળો હોય કે કાળો
શા કારણે આ થાતું બધુ બહુ ઊંડાણથી શોધો
ગણો સૌ દાખલા એના નથી મળતો કશો તાળો
‘ધુફારી’નું કહ્યું માનો પડો ના એની પડોજણમાં
વધુ ગુંચવાઇ જાશો એ છે કરોળિયા તણો જાળો
૧૧-૦૪-૨૦૧૭
મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply