(ગતાંકથી આગળ)
આખર સિગારેટ પુરી થતા કેટલી વાર સુધી બંને એમ જ બેઠા રહ્યા વિપુલ વાત ક્યાંથી શરૂ કરવી એ ગડમથલમાં હતો આખર મુકેશ સામે જોતા વિપુલે કહ્યું
‘ગયા અઠવાડિયે ડ્રગ માફિયાના ડોન કે.લાલનું હેલિકોપ્ટર લેન્ડ થવાની તૈયારીમાં હતું ત્યારે અચાનક ક્યાંકથી ઉડી આવેલ કોઇનો દુપટ્ટો હેલિકોપ્ટરની પાંખમાં ફસાઇ ગયો અને હેલિકોપ્ટર ક્રશ થઇ ગયું અને ઇમર્જન્સીમાં તેને હોસ્પિટલમાં લઇ જ્તા હતા અને તે ત્યાં પહોંચે તે પહેલા ઓન ધ વે તે મરી ગયો.હવે એની જગા ખાલી પડી ગઇ એના પછી તેની ખુરશીમાં બેઠેલ તેના કઝીનમાં એટલી ગતાગમ નથી કે એ નવો ડોન થઇ શકે’
‘હં તો…?’
‘હવે જો તું ત્યાં આવી જાય તો આપણે નાના પાયે ડ્રગનો ધંધો શરૂ કરીએ અને પછી તું તો માણસોને ઊંઠા ભણાવવામાં ઉસ્તાદ છે…તો તું સમજે છેને હું શું કહેવા માંગુ છું…?’
‘એ બધું તો ઠીક પણ મારી પાસે તો પાસપોર્ટ પણ નથી તો દુબઇ અવાય કેવી રીતે…?’
‘પાસપોર્ટ નથી તો બનાવી લે…હવે સરકારના નવા નિયમ મુજબ પંદર દિવસમાં પાસપોર્ટ બની પણ જાય છે અને ઘર બેઠા મળી એ જાય છે’
‘એ તો સમજ્યા પણ ત્યાં ધંધો શરૂ કરવા માટે પૈસા તો જોઇએને…?’મુકેશે કહ્યું
‘એ તારો પ્રોબ્લેમ છે મને જે કહેવું હતું એ કહેવા જ હું અહીં આવ્યો છું યાદ રાખજે આવા ચાન્સ વારે ઘડીએ મળતા નથી…’કહી વિપુલે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર મુકેશને આપ્યા.સિગારેટ પુરી થતા બધો સરંજામ સંકેલીને ગાડીમાં મુકી બંને મુંબઇ તરફ વહેતા થયા.રસ્તામાં ફૂડ પ્લાઝા પર જમી બંને ગાડીમાં બેઠા રસ્તામાં કોઇ વાત ન થઇ વિપુલે મુકેશને તેના સ્ટોર પાસે ઉતારી વિપુલ રવાનો થઇ ગયો,પણ એક ઉચાટ વિપુલ મુકેશના મગજમાં મૂકી ગયો.રાત્રે પથારીમાં પડીને વિચારવા લાગ્યો અને આખર જુનો મુકેશ આળસ મરડીને ઊભો થયો અને ડ્રગ માફિયાના ડોન થવાના સોનેરી સ્વપ્ન જોતા તે શતરંજના પ્યાદા ગોઠવવા લાગ્યો.બીજા દિવસથી પાસપોર્ટ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા અને તેને પાસપોર્ટ પણ મળી ગઇ.પોતાની પાસપોર્ટ કોપી વિપુલને મેઇલ કરી દીધી અને વળતા જવાબમાં અન્ય બીજા ડોક્યુમેન્ટસ વિપુલે માંગ્યા તે પણ મેઇલ કરી દીધા તો તેના લીધે તેને દુબઇ જવાની વિઝા મળી ગઇ.
આખર તેણે ગોઠવેલ શેતરંજની બાઝીની પહેલી ચાલ ચાલવા એક દિવસ મુકેશે રાતના વાળુ પત્યા પછી તલક્શી ને વસુમતીને કહ્યું
‘હમણાં સૌ ચારધામની યાત્રાએ જાય છે મેં એક ટ્રાવેલ એજન્ટને સંપર્ક કર્યો છે એ લક્ઝરી ગ્રુપમાં સામેલ થવાની ભલામણ કરે છે, જેમાં આપણા ઘેરથી યાત્રા ધામ પર લઇ જશે અને યાત્રા પુરી થયેથી આપણે ઘેર આવવા સુધીની બધી સગવડ કરી આપશે.શુધ્ધ શાકાહારી ઘર જેવું ભોજન રહેવા કરવાની સુંદર સગવડ તેઓ કરી આપશે.યાત્રા ધામમાં જ્યાં જ્યાં ચાલી ન શકાય ત્યાં ડોકીની સગવડ કરી આપશે તો જો તમે હા પાડો તો નામ નોંધાવી દઉ..?’
‘ભલે તો જઇયે તારા શો વિચાર છે વસુ..?’પાન બનાવતી વસુમતી તરફ જોઇને તલકશીએ પુછયું
‘તલક તારૂં મન માનતું હોય તો જઇ આવીએ.કહે છેને કે,જાણ્યા કરતા જોયું ભલું..’કહી વસુમતીએ પાન તલકશીને આપીને મલકી.
ફોર્માલીટીના ડોક્યુમેન્ટસ પર આંખો મીંચી જયાં મુકેશે કહ્યું ત્યાં તલકશીએ સહી કરી આપી અને બીજા દિવસે મુકેશે કરેલ ગોઠવણ મુજબ ચારધામ યાત્રાના આયોજકે તલકશી અને વસુમતીને લઇ જવા ગાડી મોકલાવી અને તેઓ આનંદિત થઇ યાત્રાએ ગયા.
ચેઇન ઓફ હોટલના માલિકે અગાઉ તલકશીનો બંગલાને હોટલમાં ફેરવવા ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી તે જાણતો હોવાથી ચેઇન ઓફ હોટલના માલિકને મુકેશ મળ્યો અને પાવર ઓફ એટર્નીના રૂએ સહી કરી બંગલો વેંચી માર્યો એવી જ રીતે ધમધોકાર ચાલતો સ્ટોર વેંચી રકમ અંકે કરી લીધી અને પછી પોતા પાસેની રકમ દુબઇ ટ્રાન્સફર કરવા વિપુલની સલાહ લીધી અને પૈસા ટ્રાન્સફર કરી પેલી ફ્લાઈટ પકડીને દુબઇ પહોંચી ગયો.વિપુલે ગોઠવેલી બાઝી મુજબ તેમણે ડ્રગનો બે નંબરી વેપાર શરૂ કર્યો અને મુકેશ તો ડ્રગના ધંધાનો બાદશાહ થવાના સોનેરી સપના જોવા લાગ્યો.
ચારધામ યાત્રા ખરેખર ખુબ પ્રેમથી પુરી કરી બંને પાછા આવ્યા ત્યારે ગાડી પોતાના બંગલા નજીક આવતા બંગલા પર નિયોન લાઇટથી ‘લોટસ’ વાંચી તલકશીને શંકા ગઇ અને ગાડી સ્ટોર તરફ વાળી તો વસુમતીએ પુછયું
‘શું થયું તલક ઘેર જવાને બદલે આમ ક્યાં જાય છે..?’
તો તલકશીએ પાંચ આંગળી ભેગી કરી વસુમતીને પાંચ મિનીટ રાહ જો એવો ઇશારો કર્યો.સ્ટોર પર પણ વસુમતી જનરલ સ્ટોરના બદલે ન્યુ સુપર સોપી બોર્ડ જોઇ તલકશીને બધી વાત સમજાઇ ગઇ, તેથી એક જાણીતી હોટલમાં ચેક ઇન કર્યું.તલકશી કહી કહે નહીં ત્યાં સુધી ચુપ રહેવું એમ વિચારી વસુમતી તપકશીના પાછળ તેમને ફાળવવામાં આવેલ રૂમમાં આવી.બેલ બોય સામાન મૂકી ગયો પછી દરવાજાની બહાર ડુ નોટ ડિસ્ટર્બનું લેબલ ઝુલાવી ને તલકશી વસુમતીની બાજુમાં સોફા પર બેઠો તો વસુમતીએ તેના મગજમાં ઘુમરાયા કરતો સવાલ કર્યો
‘તલક શું છે આ બધું તું આપણા ઘેર જવાના બદલે તેં અહીં આ હોટલમાં ઉતારો કેમ કર્યો..?’
‘વસુ..આપણા સાથે રમત થઇ છે..’તલક્શીએ ભારે અવાઝે કહ્યું
‘મતલબ જરા વિગતવાર વાત કર…’વસુમતીએ ઉચાટ ભરેલા સ્વરથી તલક્શીનો હાથ પકડી કહ્યું
‘મતલબ આપણને ચારધામ યાત્રામાં મોકલાવી યાત્રાના ડોક્યુમેન્ટસની અડસમાં મુકેશે પાવર ઓફ એટર્નીના ડોક્યુમેન્ટસ પર સહી કરાવી લીધી હતી અને આપણી ગેરહાજરીમાં બંગલો ચેઇન ઓફ હોટલના માલિકને વેંચી માર્યો તેવી જ રીતે સ્ટોર પણ વેંચી માર્યો અને પોતે દુબઇ ભાગી ગયો..’એક મોટા નિશ્વાસ સાથે તલકશીએ કહ્યું
‘હાય રામ…તો તલક હવે શું કરીશું અને ક્યાં જઇશું…?’રડમસ અવાઝે વસુમતીએ પુછયું
‘તું તો એવી વાત કરે છે જાણે આપણે રસ્તે રઝડતા હોઇએ….’
‘તો….?’
‘હલો કચ્છડો વલો વતન…’કહી તલકશીએ જગમાંથીપાણી લાવી વસુમતીને આપતા કહ્યું
બંને નીચે ડાઇનિન્ગ હોલમાં આવ્યા અને કમને ચાર કોળિયા ભરી બહાર લોનમાં બેઠા.વસુમતીએ સાથે લાવેલ પાનદાનીમાંથી પાન બનાવી તલકશીને આપ્યું.
અર્ધા કલાક જેટલા સમય પછી બંને રૂમ તરફ વળ્યા તો ચાવી આપી તલકશીએ કહ્યું
‘વસુ તું રૂમમાં જા હું કાલની ટિકીટ બુક કરાવીને આવું છું..’
બીજા દિવસે કચ્છ જવા રવાના થયા.કચ્છમાં તલકશીના બાપુજીએ બંધાવેલ ત્રણ રૂમનું બેઠું મકાન ખોલ્યું.પાડોશમાં તલક્શીની મા રેવાની સખી બેનામાસીના સહકારથી બે મજુરણબાઇને બોલાવીને આખું ઘર સાફ કરાવ્યું.બેનામાસીના ઘેરજ સ્નાન વિધી અને જમવાનું પુરૂ કરી પાછા ઘરમાં આવ્યા.આખા ઘરનું રાચ રચિલું જે છેલ્લા રૂમમાં પેક કરીને રાખ્યું હતું તેની ગોઠવણ કરવા લાગ્યા અને રાત પડતા લગભગ બધું ગોઠવાઇ ગયું.રાત્રે બેનામાસીને ત્યાં જમ્યા અને પોતાના ઘરમાં લંબાવ્યુ.મનમાં ચાલતા તર્ક વિતર્કમાં વહેલી સવારે આંખા મિચાઇ.બેનામાસીને ત્યાં નિત્ય ક્રમ પતાવીને બંને બજારમાં ગયા અને ઘરમાં જોઇતી બધી વસ્તુ અને શાક પાન લાવી કેરોસીનના સ્ટવ પર રસોઇ કરી.બંને પ્રેમથી જમ્યા.
પાનદાની લાવીને વસુમતીએ પાન બનાવ્યા અને ખાધા.વસુમતી ઊભી થઇને એક પાસબુક અને ચેકબુક લાવીને તલકશીને આપ્યા.તલકશીએ પાસબુક જે રેગ્યુલર અપડેટ થતી હતી તેમાં પચ્ચીસ લાખ રૂપિયા જોઇ તો નવાઇ લાગી એટલે પ્રશ્નાર્થ વસુમતી સામે જોયું (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply