નજર ના પારખી જાણે બધું પ્રાચીન લાગે છે;
ગમો ઘેરી વળે ત્યારે બધું ગમગીન લાગે છે
મદિરા કેફ હો જયારે નજર એ ચોતરફ ફરતા;
ભલેને હોય એ કુબજા છતા કમશીન લાગે છે
મધુરા આમ્રફળ તો મઘમઘે સોડમ સભર એવા;
અગર જો સ્વાદ ના જાણે બધું રસહીન લાગે છે
‘ધુફારી’ની કલમથી જે લખાયું એ જ વંચાયું,
લખેલું જો ન સમજાયું એ અર્થહીન લાગે છે
૧૨-૦૨-૨૦૧૭
Filed under: Poem |
Leave a Reply