સંસ્કાર      

vichar

                       તલકશી રાતના વાળુ પછી આરામથી હિચકે બેસીને ઝુલતો હતો .બાજુમાં બેસી વસુમતી પાનદાનીમાંથી પાન બનાવી રહી હતી.એણે એક પાન તલકશીને આપ્યું અને બીજું પોતાના ગલેફે દબાવ્યું

ખબર નથી વસુ તારા હાથમાં શું જાદુ છે તારા પાનની મજા અનેરી છે,ઘણી વખત મિત્રો સાથે ઓલા વીરજી માલમના પાનના ગલ્લે પાન ખાવાનો મોકો મળે ત્યારે એટલી મજા નથી આવતી…’

‘બસ…બસ…તલક તને જોઇએ તો બીજો પાન બનાવી આપીશ આમ ખોટા મસ્કા પાલીસ કરવાની જરૂર નથી. લાજો લાજો આ ઉમરે આવા વેવલા વેડા તમને શોભતા નથી…’વસુમતીએ છણકો કર્યો

‘આ લે સાચી વાત કરી તો મસ્કા પાલીસ થઇ ગઇ…?’

‘હશે ચાલ ડગલો પહેર તો જરા બહાર આંટો મારી આવીએ..’ચપ્પલમાં પગ ઘાલતા વસુમતીએ ઉમેર્યું    

‘આ મુકલો હજુ નથી આવ્યો..?’

‘તારો દીકરો ધંધામાં ક્યાંક અટવાઇ ગયો હશે…’ખીંટી પર લટકતી ટોપી પહેરતા તલકશીએ કહ્યું

Continue reading