એક વાર બેનકાબ થઈને જુઓ;
ને પછી કામિયાબ થઈને જુઓ
સામન્ય હોય છે બધા લોકો
તે મહીં નાયાબ થઇને જુઓ
આ માનવ મહેરામણ મહીં
ઉભરતા સૈલાબ થઇને જુઓ
મદભરી માનુની તણાં નયનમાં
છલકતા રૂબાબ થઇને જુઓ
‘ધુફારી’નું કહ્યું જો માનો અગર
માશુકના ખ્વાબ થઇને જુઓ
૨૭-૦૧-૨૦૧૭
મત્લા સૌજન્ય નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply