વહી જાય તો આંસુ ફકત સલાઇન પાણી છે;
રહી જાય આંખમાં તો એક અધુરી કહાણી છે
બધી આંખો કશુંક કહેવા ચહે એની ભાષામાં
અગર સમજાય જો તમને એની એક વાણી છે
બધી આંખો મળે ના પ્રેમ નિતરતી નથી હોતી
જગતમાં એની જ ભાષા તો સૌથી અજાણી છે
જરા અમથી જણાતી આંખ પણ કોઇ શું જાણે
જરા જાણે સમજાશે દુનિયા એમાં સમાણી છે
એ સમજે ‘ધુફારી’ની નજરથી જે જોવા જશે
અહરનિશ આંખથી થાતી પ્રેમ કેરી લાણી છે
૨૯-૦૧-૨૦૧૭
મત્લા સૌજન્ય નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply