કેફ તારા નેણની થઇ છે અસર;
કેફની એવી અસર છે માતબર;
પ્રેમની વાતો મહીં હું શું કહું
જિંદગી એના સહારે થઇ બસર
ના કશી માશુકની વાતો કરો
સોણલામાં રોજ દીઠી રાતભર
હાલ ના મારા હ્રદયના પુછજો
હું કહું સમજાય શું કોને ખબર
તું ‘ધુફારી’ને મળે કે ના મળે
છે હ્રદય મારૂં પ્રણયથી તરબતર
૧૧-૦૨-૨૦૧૭
Filed under: Poem |
Leave a Reply