ક્યાંક સુખ છે, ક્યાંક દુઃખ છે;
જિંદગીના આ જ બે રૂખ છે.
એક હસ્તુ એક એક હો રડતું
જિંદગીના આ જ બે મુખ છે
ઉત્તર યાતો દક્ષિણ તરફ જાતા
જિંદગીના આ જ બે રૂખ છે
એક સરખી મતિ નથી હોતી
કોઇને સત્તા કે ધનની ભુખ છે
ક્યાંક સંતાનોની વણઝાર છે
કો દુઃખી ને વાંઝણી કુખ છે
જિંદગીની કો’ સંસ્થા રચે છે
કોઇ મંત્રી યાતો કો’ પ્રમુખ છે
જિંદગીની અજબ કિતાબ છે
‘ધુફારી’એ લખી આમુખ છે
૧૯-૦૧-૨૦૧૭
*મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply