જરૂર ક્યાંક તો કંઈક ખૂંટે છે
આપણા જ આપણને લૂંટે છે
આનંદના અંકૂર ફુટયાતા જરા
ખિલે એ પહેલા લોક ચૂંટે છે
પાનખર બેઠી જે ડાળ પર
કેમ એના પર અંકૂર ફૂટે છે
હાથ માશૂકનો પકડવા ચહેલું
એ પકડાય પહેલા જ છૂટે છે
જીંદગીની શરૂઆત કરવાને
કિસ્મત હજી એકડો જ ઘૂંટે છે
જીંદગી છે પાણીનો પરપોટો
અડે એને રજકણ તોંય ફૂટે છે
‘ધુફારી’ કહે તો શું કહે એમાં
એની કલમમાં શાહી ખૂટે છે
૧૭–૦૧–૨૦૧૭
*મત્લા સૌજન્ય શ્રી નટવર મહેતા
Filed under: Poem |
Leave a Reply