વાટ પકડી ચાલતા અટકી ગયા’તા પગ
ચાર રસ્તા આવતા અટકી ગયા’તા પગ
આભમાં શોધો તમે મંઝિલ મળે કયાંથી
પણ ધરા પર શોધતા અટકી ગયા’તા પગ
રાત તો રંગીન લાગે એમ સૌ કહેતા
મયકદા છે જાણતા અટકી ગયા’તા પગ
જીભની થઇ ભુલ એમાં વાત ગઇ વણસી
ભાગવું ભારે થતા અટકી ગયા’તા પગ
ચાહ થઇ માશુક મળવા ચાલવા લાગ્યા
એમની શેરી જતા અટકી ગયા’તા પગ
સમજ પાણી જોઇને ખાબોચિયાની થઇ
ચાલતા લસકી જતા અટકી ગયા’તા પગ
ધૂનમાં જાતા હતા પોતા તણી એમાં
ભીંતને ભટકી જતા અટકી ગયા’તા પગ
ચાહ થઇ પરવત પરે જાવા તણી અમને
ઠેસ અમથી લાગતા અટકી ગયા’તા પગ
ચાલવાની આદત નતી ને ચાલવા લાગ્યા
રાહ લાંબો જાણતા અટકી ગયા’તા પગ
દાંત ભાંગી નાખવાની વાત એ કરતો
વખત જ્યારે આવતા અટકી ગયા’તા પગ
ના ચરણ ઢોંગી તણા પુજો ઇશ્વરના જઇ
કહે ‘ધુફારી’ત્યાં જતા અટકી ગયા’તા પગ
૦૨/૧૨/૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply