(ગતાંકથી આગળ)
‘તો હું કહું….હું ચિત્રા આશર મારા પેરન્ટસનું હું એક જ સંતાન છું.પપ્પા દુબઇમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા હાલ રિટાયર છે.હું બીએ થઇ છું અને પછી એમ બી એ થયેલી છું મને ફિલોસોફીમાં બહુ ઇન્ટરેસ્ટ છે.શ્રી રવિન્દ્રનાથ ટાગોર,સ્વામી વિવેકાનંદ,ચેખોવ,બેજામીન ફ્રેક્લીન,જ્યોર્જ વોશિન્ગટન વગેરેને વાંચ્યા છે….મને ક્લાસિકલ ગીતો બહુ ગમે છે…આજની મારધાડ વાળી ફિલ્મો મને નથી ગમતી અંગુર,મનચલી,ગોલમાલ જેવી કોમેડી ફિલ્મો જોવી વધુ ગમે છે…રોતલ ફિલ્મો અને સિરીયલો પણ નથી ગમતી…પારકા દુઃખ જોઇ આપણે ફોગટ દુઃખી શા માટે થવાનું…?’કહી ચિત્રા મલકીને સેન્ડવિચ ખાવા લાગી.વિરાટ સેન્ડવિચ ખાતા આ સાંભળતો હતો.મનોમન કહ્યું હવે આ ગાડીને બ્રેક મારે તો સારૂં પછી કોફી પીતા કહ્યું
‘સોરી….મને આ કોઇ મહાનુભવો મળ્યા નથી…મતલબ મેં વાંચ્યા નથી..’
‘તમને શોખ હોય તો મારી પાસે એ બધાની બુક્સ છે તે તમને વાંચવા આપું…?’ચ્હા પુરી કરતા ચિત્રાએ પુછ્યું
‘સોરી..હું એ બધા મહાનુભવાને મળવા જાઉં તો મારી હોકીની પ્રેક્ટીસ પડી ભાંગે….’
‘એસ યુ પ્લીસ….?’ચિત્રાએ મ્હોં મચકોડી ખભા ઉલાડતા કહ્યું
‘આ મિટીન્ગ શા માટે ગોઠવવામાં આવી છે એ તો તમે જાણો છો તો….’વિરાટને આગળ શું કહેવું એ સુજયું નહીં
‘હા આપણા બંનેના વિચારો જાણવા અને સમજવા માટે એક ફ્રેન્કલી અંગત સવાલ..આપની કોઇ ગર્લ ફ્રેન્ડ છે…?’
‘ના…હજી સુધી મળી નથી….’વિરાટે ઉડાઉ જવાબ આપતા કહ્યું જોકે તેને અંદાઝ હતો કે આ સવાલ જરૂર પુછાશે પણ વાત સાંધતા ચિત્રા સામે જોઇ પુછયું
‘તો તમારો કોઇ બોય ફ્રેન્ડ છે…?’
‘મારા માટે એક ફેવર કરશો…?’ચિત્રાએ અચકાતા પુછયું
‘I don’t mind …may I help you…?’
‘હું અને સુધાન્શુ શાહ કોલેજમાં હતા ત્યારથી લવમાં છીએ પણ પપ્પાને વાત કેમ કરવી એ મારી મુંઝવણ છે તો આપણા લગ્ન માટે તમે મને રિજેક્ટ કરવાની ફેવર કરશો…?’ચિત્રાએ ભાવુક થઇ કહ્યું
‘હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ It’s a promise..’વિરાટે ચિત્રાનો હાથ પક્ડી કહ્યું
‘થેન્કસ…’વિરાટના હાથને ચુમી આંખે અડાળતા ભીની આંખે ચિત્રાએ કહી ઉમેર્યું
‘તો જઈશું….?’
‘હા ચાલો…’કહી વેઇટર સામે આંગળી ઊંચી કરી તો એ બીલ આપી ગયો તે પે કરી બંને બહાર આવ્યા.
‘તમને બીચ ઉપર જવું નથી ગમતું આપણે જુહુ બીચ પર જઇએ તો…?’ચિત્રાએ ગાડીમાં બેસતા પુછ્યું
‘સોરી ત્યાંથી આવતી ભેજવાળી હવાની મને એલર્જી છે એટલે હું નથી જતો…’કહી વિરાટે વાત ટાળી
‘ફરી આવ્યા….પછી શું વિચાર કર્યો..?’દિવાળીબેને ઉત્સુકતાથી પુછયું
‘સોરી…હું ચિત્રાને પરણી શકુ એમ નથી…’વિરાટે સોફામાં બેસતા કહ્યું
‘કેમ શું વાંધો પડયો…?’ચિત્રાને પોતાની પુત્રવધુ બનાવવાના સપના જોતા માધુરીબેને પુછયું
‘મમ્મી,અંકલ,આંટી ચિત્રા કોલેજમાં હતી ત્યારથી સુધાન્શુ શાહને ચાહે છે અને લગ્ન કરવા માગે છે પણ આ વાત ઉચારતા
અચકાતી હતી…’વિરાટે બધા તરફ જોતા કહ્યું
‘ચિત્રા…વિરાટ શું કહે છે એ વાત સાચી છે…?’મથરાદાસે નીચું માથુ કરી બેઠેલી ચિત્રાના માથા પર હાથ ફેરવતા પુછયું
‘………’ભીની આંખે મથરાદાસ તરફ જોતા સંમતિમાં માથુ હલાવ્યું
‘સુધાન્શુંના માવિત્રો આ લગ્ન માટે રાજી છે…?’દિવાળી બેને પુછયું
‘હા…મમ્મી…’કહી ચિત્રા દિવાળી બેનને ગળે વિટળાઇ રડી પડી
‘લે તો એમાં રડવાનું શું છે…?’આટલી વારથી ચુપચાપ બેઠેલા માધુરી બેને કહ્યું
‘હા…હા..શુભસ્ય સિઘ્રમ…’કહી દિવાળીબેન હસ્યા.
‘હં…તો તારા સુધાન્શુને કહેજે કે,મારી દીકરી જોઇતી હોય તો વિધીસર તારા હાથની માંગણી કરવા તેના માવિત્રો મને મળી જાય…શું કેશ દિવાળી..?’કહી મથરાદાસ હસ્યા.
–૦–
ઓલ ઇન્ડિયા રેડિઓ જેવી ચિત્રા નામની વ્યક્તિ તેના જીવનમાં ન પ્રવેસી એ વાતની વિરાટને ધરપત થઇ.માધુરીબેનના મગજમાં પોતાની પુત્રવધુ લાવવાનું ભૂત ધુણતું હતું એ શાંત થઇ ગયું હતું એટલે હાલ ઘડી તો આ બાબત કશી ચર્ચા નહી થાય એ વાતની વિરાટને હૈયે ધરપત થઇ.સમયના વહેણ સાથે વિરાટના હ્રદયમાંની મિતાલીની છબી ધુંધળી થવા લાગી હતી અને એક વરસ પછી ઇન્ડિયાની હોકી ટીમ ઇન્ગલેન્ડથી જીત મેળવી પાછી ફરી તો કેટલી ઉત્સુકતાથી એરપોર્ટ બહાર સ્વાગતમાં ઉમટેલી મેદની રાહ જોઇ રહી હતી.
એક દિવસ સ્થાનિક સમાચાર પત્રમાં ખેલ–કૂદ પૂર્તિની સંપાદક ગીતા ગોસ્વામીનો વિરાટને ફોન આવ્યો
‘હલ્લો હું ગીતા…કોન્ગ્રેચ્યુલેશન …’
‘…………’
‘હા હમણાં જ ટીવી પર લાઇવ સમાચાર જોયા’
‘…………’
‘એક કપ સાથે કોફી પી શકાય…?’
‘…………’
‘ભલે કાલે સાંજે છ વાગે મદ્રાસ કોફી પ્લાઝામાં હું તમારી રાહ જોઇશ’
‘…………’
‘બાય..’ કહી બહુ રોમાંચિત થતા ગીતાએ મોબાઇલ ઓફ કરી કેટલી વાર સુધી બેસી રહી
વિરાટ કેટલી વાર સુધી મોબાઇલ સામે જોઇ આવેલ કોલના નંબર સેવ કરી લીધા અને મનોમન કહ્યું
‘આ શું થાય છે વિરાટ…? એજ અભિનંદન એજ કોફી માટેનું આમંત્રણ એજ સમય અને એજ સ્થળ…વીરૂ કદાચ આ તારા પ્રેમનો નવો અધ્યાય છે….’ (સંપૂર્ણ)
Filed under: Stories |
Leave a Reply