સમયના વહેણ સાથે તો ઘણું બદલાય છે;
પછી બદલાયલું કોને ખબર ક્યાં જાય છે
અમે તો શોધવા ચાલ્યા હતા બદલાવને
નથી એવું તમે શોધો અને દેખાય એ
સદા સંજોગ બદલાતા રહે છે હર ઘડી
તમારી શોધ તો એના મહીં અટવાય છે
કદી થાકી અગર હારી જતા લોકો સદા
પછી તો મન ઘણું એના થકી મુંજાય છે
‘ધુફારી’ પુછવા ચાલ્યા હતા ભેગા મળી
નથી ચોક્કસ જગા એની હવે સમજાય છે
૩૦/૧૨/૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply