(ગતાંકથી આગળ)
વિરાટે વોટ્સ અપ પર મિતાલીને પોતે સુરત જાય છે એ જણાવવા કોન્ટેક્ટ કરવાની કોશીશ કરી પણ થયો નહીં ત્યાં સુધીમાં ઉપમા બની જતા વિરાટે વિચાર્યું એણે મોબાઇલ સ્વિચ ઓફ રાખ્યો હશે.ઉપમા ખાઇને મમ્મીને પગે લાગી બહાર જવા લાગ્યો તો માધુરીબેને કહ્યું ‘સુરત પહોંચી ફોન કરજે..’
‘હા મમ્મી…’ એ બહાર આવ્યો અને ખાલી જતી રિક્ષા રોકી બસ સ્ટેશન પર આવ્યો.કંડકટરને બુકિન્ગ બાબત વાત કરી એટલે તેણે વિરાટ માટે ફાળવેલી સીટ બતાવી ટિકીટ આપી.વિરાટે સિટ પર જઇને થેલામાંથી ટોવેલ કાઢી માથાનીચે મુંકી લંબાવ્યું.પોતે કઇ બસમાં છે એ તપનને જાણાવ્યું અને ઊંઘી ગયો.બસ સુરત પહોંચી અને બસમાંથી બહાર આવ્યો તો તપન ત્યાં રાહ જોતો હતો.બંને તપનની ગાડીમાં બેઠા અને ઘેર આવ્યા.લગ્ન સમારંભ રંગે ચંગે પુરો થયો.
અહીં લાયબ્રેરીમાંથી પાછી વળતી મિતાલીને એક બાઇકે ટક્કર મારી તો મિતાલી ઉછળીને ત્યાંના સિમેન્ટના ઇલેક્ટ્રિકના થાંભલા સાથે જોરથી ભટકાઇ અને લોહીના ખાબોચિયામાં તડફડીને બેભાન થઇ ગઇ એક રાહદારીએ ભાગતી બાઇકનો ફોટોગ્રાફ પોતાના મોબાઇલમાં લઇ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી.પોલીસ અને એમ્બ્યુલન્સ આવી જતા પોલીસે મિતાલીની પર્શમાંથી તેના ઘેર જાણ કરી.એકની એક દીકરી અને એના જીવન આધાર એવી દીકરીને કરૂણ વિદાયથી રોહિણી પર તો આભ ફાટયું.વ્હાલનો દરિયો વિલાઇ ગયો એ જાણતા વિનાયકને ધક્કો લાગ્યો.વિલાપ કરતી રોહિણીને જોઇ સ્વસ્થતા કેળવી વિનાયક પડોશમાં રહેતા ભવાનીદાસ અને શિવદાસ સાથે હોસ્પિટલમાં આવ્યા.હાજર પોલીસે લાશ પોસ્ટમોર્ટમમાં ગઇ છે એવી જાણ કરી. રોહિણી અને વિનાયકને પોલીસ જાણકારી માટેના પુછાતા બધી જાતના સવાલો કર્યો તો બંનેએ બધા સવાલોના જવાબમાં માથું ધુણાવી ના કહી. લગભગ ત્રણ કલાક પછી મિતાલીની લાશનો કબજો મળ્યો.ભારે હ્રદયે મિતાલીની લાશને એમ્બ્યુલન્સમાં ઘેર લવાઇ અને અંતિમ સંસ્કાર માટેની વિધી શરૂ થઇ.
પોલીસને મિતાલીની પર્સ મળી પણ મોબાઇલ ન મળતા ઘટના સ્થળની આજુબાજુ ઝીણવટથી તપાસ શરૂ કરી. અકસ્માત વખતે મિતાલીના હાથમાં રહેલો મોબાઇલ ઉછળીને રસ્તા વચ્ચે પડેલો તેના પર હેવી ટ્રકના પૈડા ફરી વળતા કચ્ચરઘાણ થઇ ગયેલો મળ્યો.મુળ તો સીમ કાર્ડનો ભોક્કો બોલી ગયો હતો એટલે એમાંથી કોઇ માહિતી મળવાનો ચાન્સ ન હતા.પોલીસે વિનાયકને વાત કરી મિતાલીના રૂમ જોવા માંગણી કરી.રૂમમાં બધુ ઉથલ પાથલ કરતા લેપટોપ હાથમાં આવ્યો.તેનો કબ્જો લઇ તપાસ કરી પરત કરવાનું કહી સાથે લઇ ગયા.લેપટોપનો પાસવર્ડ બ્રેક કરાવી પોલીસે બધી ફાઇલો ચેક કરી પણ કંઇ માહિતી ન મળી.વિરાટ સાથે વોટ્સ અપ અને સ્કાય પી થતો બધો સંવાદ તો મોબાઇલમાં હતો જે ભુક્કો થઇ ગયો હતો એટલે બંનેનું પ્રેમ પ્રકરણ પ્રકાશમાં આવ્યો જ નહીં.
અહીં તપનના લગ્નમાં સુરત ગયેલા વિરાટને આ અક્સ્માતની કંઇ જાણકારી ન હતી.બીજા દિવસે સ્થાનિક સમાચાર પત્ર વાંચવા વિરાટે ઉપાડયું એમાં ત્રીજા પાને આ સમાચાર છપાયા હતા પણ વિરાટની નજર એ સમાચાર પર પડે તે પહેલા તપને છાપું આંચકી લેતા કહ્યું
‘વીરૂ તું પણ શું સવારના પહોરમાં ઓલ્ડમેનની જેમ છાપુ લઇ બેસી ગયો ચાલ પાન ખાઇ આવિયેં..?’
સુરતથી વિરાટે વોટ્સ અપ પર મિતાલીનો સંપર્ક કરવાની કોશીશ કરી પણ ડેડ થયેલા ફોનથી થયો નહીં
‘સોરી તને કહ્યા વગર સુરત જતો રહ્યો એટલે નારાજ છે…?’મિતાલીના સેવ કરેલા ફોટા ને જોતા વિરાટે કહ્યું
બે દિવસ પછી રાત્રે ઘેર આવી પોતાની રૂમમાં જતા વિરાટને માધુરી બેને કહ્યું
‘ચાલ જલ્દી નીચે આવ આજે મેં તારા ફેવરેઇટ કઢી પુલાવ બનાવ્યા છે’પછી સોફા પર બેસી ટીવી ચાલુ કર્યું તો સમાચાર સંભળાયા
બે દિવસ પર મિતાલી સંઘવીનું અવસાન નિપજાવનાર બાઇક સ્વાર પોલીસના સ્કંજામાં.આ સાંભળતા તો વિરાટ પર વિજળી પડી અને સંતુલન ગુમાવતા સીડીના પહેલા પગથિયાથી ગબડી નીચે પડયો અને સામેની ભીંતમાં ભટકાઇ બેભાન થઇ ગયો.માધુરી બેનની તો રાડ ફાટી ગઇ ‘વિ…રા…ટ…’
એમણે રસોડામાંથી પાણી લાવી વિરાટના મ્હોં પર છાંટયું કંઇ જવાબ ન મળતા બેબાકળા થઇ એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો.
પાડોશમાં રહેતા લોકોને બોલાવ્યા ત્યાં સુધી એમ્બ્યુલન્સ આવી ગઇ અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો.ડોકટરે આ અકસ્માત કેવી રીતે થયો અને આ પોલીસ કેસ નથીને એ રૂએ પ્રાથમિક સવાલ કરવા માધુરી બેનને પુછ્યું
‘વિરાટ સુરત ગયેલો અને પાછો આવ્યો ત્યારે બહુ ખુશ હતો પણ પોતાના રૂમમાં જતા સીડી પરથી ગબડીને પડી ગયો’
ડોકટરે વિરાટનું ચેક–અપ કરી વધુ તપાસ માટે એમ.આર.આઇ રિપોર્ટ અને એક્સ–રે કાઢયા પછી માધુરી બેનને કહ્યું
‘મુઢ માર લાગ્યો છે નાના મગજને કદાચ નુકશાન થયું છે વધુ ખબર દર્દી ભાનમાં આવે પછી પડે’ કહી વિરાટને આઇ.સી.યુ.માં ખસેડયો.
બે દિવસ પછી વિરાટ જરા વાર આંખ ખોલતો અને પાછો બંધ કરતો.આ જોઇ ડ્યુટી પરની નર્સે ડો..ક..ટ..ર એવી બુમ પાડતી દોડી તો માધુરીબેન વિરાટના રૂમમાં આવ્યા.એમના પાછળ ડોકટર દાખલ થયા.ડોકટરે વિરાટને તપાસ્યો તેની આંખો જોઇ તો એ સળવળ્યો અને આંખ ખોલી આજુબાજુ જોતા પુછયું
‘હું ક્યાં છું…? તમે કોણ છો…?
‘તમે હોસ્પિટલમાં છો હું ડોકટર દિવાકર છું મિસ્ટર વિરાટ.’
‘વિરાટ….કોણ વિરાટ…?’
‘બેટા તું મારો દીકરો વિરાટ છો…’ગળે બાઝેલા ડૂમાથી માધુરીબેન આટલું માંડ બોલી શક્યા તો બે ઘડી એમના સામે જોતા પાછી વિરાટની આંખ મિચાઇ ગઇ
‘માધુરી બેન તમારૂં દુઃખ હું સમજી શકું છું પણ પ્લીઝ વિરાટને અત્યારે કશું યાદ કરાવવાની કોશિશ નહીં કરતા તેનાથી કદાચ તેના મગજ પર તાણ આવશે તો રિકવરીમાં મુશ્કેલી થશે’
આખર એક અઠવડિયાની ટ્રીટમેન્ટ પછી ડોકટરે રજા આપી માધુરીબેનને પોતાનું કાર્ડ આપતા કહ્યું
‘કંઇ પણ કોંપ્લિકેશન ઊભી થાય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરજો.હું જાણું છું કે વિરાટ એ વન હોકી પ્લેયર છે પણ હાલ ઘડી એ રમવાથી દૂર રહે તો તેના માટે સારૂં છે’આ વાતો સાંભળતા વિરાટને કહ્યું
‘યંગમેન પ્લીસ ટેઇક સફિસીયન રેસ્ટ ઓકે….’કહી વિરાટનો ખભો થપથપાવતા ડોકટર ગયા.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply