નવો અધ્યાય (૫)

pothi

(ગતાંકથી આગળ)           

         વિરાટે વોટ્સ અપ પર મિતાલીને પોતે સુરત જાય છે એ જણાવવા કોન્ટેક્ટ કરવાની કોશીશ કરી પણ થયો નહીં  ત્યાં સુધીમાં ઉપમા બની જતા વિરાટે વિચાર્યું એણે મોબાઇલ સ્વિચ ઓફ રાખ્યો હશે.ઉપમા ખાઇને મમ્મીને પગે લાગી બહાર જવા લાગ્યો તો માધુરીબેને કહ્યુંસુરત પહોંચી ફોન કરજે..’

હા મમ્મી…’ એ બહાર આવ્યો અને ખાલી જતી રિક્ષા રોકી બસ સ્ટેશન પર આવ્યો.કંડકટરને બુકિન્ગ બાબત વાત કરી એટલે તેણે વિરાટ માટે ફાળવેલી સીટ બતાવી ટિકીટ આપી.વિરાટે સિટ પર જઇને થેલામાંથી ટોવેલ કાઢી માથાનીચે મુંકી લંબાવ્યું.પોતે  કઇ બસમાં છે એ તપનને જાણાવ્યું અને ઊંઘી ગયો.બસ સુરત પહોંચી અને બસમાંથી બહાર આવ્યો તો તપન ત્યાં રાહ જોતો હતો.બંને તપનની ગાડીમાં બેઠા અને ઘેર આવ્યા.લગ્ન સમારંભ રંગે ચંગે પુરો થયો.

Continue reading