સાંજ પડતા શાયરો મહેફિલ જમાવે બાગમાં
એક છે ખુણો અનેરો સૌને સમાવે બાગમાં
આગવી સૌની છટા કો આગવી શૈલી હશે
કોઇ વાંચે પાઠ સમ તો કોઇ ગાશે રાગમાં
કોઇ તો લલના તણી તો કોઇ શાકીની હશે
કોઇ ડૂબ્યા પ્રેમમાં તો કો’ પડયા વૈરાગમાં
કો’ નવોઢાના હ્રદયની મુંઝવણ દર્શાવશે
કોઇ કહેશે સોણલા જોયા હશે જે રાતના
રાસ કો ગાતો હશે યા તો ગઝલ ગાતો હશે
બસ ‘ધુફારી’ ગીત ગાતો હોય છે સૌ ફાગના
૦૬–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply