નવો અધ્યાય (૪)

pothi

(ગતાંગથી આગળ)

         નક્કી થયા મુજબ વિરાટની ગાડી સત્કાર રેસ્ટોરન્ટની સામેની ગલીમાં હળવેકથી દાખલ થઇ તો ત્યાં રાહ જોતી મિતાલી હળવેથી ગાડી સાથે ચાલતા ગાડીના કાંચ પર થાપ મારી તો ગાડી બ્રેક થઇ અને એ બેસી ગઇ.મિતાલી તો એસીની હવાની મોજ માણતા આંખો મિંચી બેસી ગઇ એનું ધ્યાન ભંગ કરતા વિરાટે કહ્યુંસીટ બેલ્ટ….’

બાંધ નહીંતર તારો કાકો ફાઇન કરશે…’કહી મલકીને સીટ બેલ્ટ બાંધ્યો.

ફૂડ પ્લાઝા પર ઊભી રાખું કે સીધા ખંડાલા જઇશું…’વિરાટે પુછયું

વળતા રોકાઇશું …’મિતાલીએ કહ્યું

            ખંડાલા ઘાટ પરથી ગાડી પસાર થતી હતી ત્યારે નીચેથી ઉપર આવતા વાદળ જોઇ મિતાલી રોમાંચિત થઇ ગઇ એક ઓટલા જેવી જગાએ ગાડી બ્રેક કરાવી.વિરાટે ડીકીમાંથી માધુરીબેને મુંકેલી જાડીશાલ કાઢી ત્યાં બંને એક બીજાને અઢેલીને એ શાલ ઓઢીને બેઠા.એક બીજાના અંગની ઉષ્મા બંનેને ગમતી હતી.મિતાલીએ પર્સમાંથી પોટેટો ચિપ્સનું પેકેટ કાઢયું અને બંને એ ખાતા કેટલી વાર સુધી નીચેથી આવતા વાદળ જોતા બેઠા રહ્યા.લગભગ અર્ધા કલાક પછી ઝરમર વરસાદ શરૂ થયો અને બંને ગાડીમાં ગોઠવાયા તો વિરાટે ગાડી પાછી વાળી અને ફૂડ પ્લાઝા પર આવ્યા પણ ફૂડ પ્લાઝાનું વાતાવરણ  કોરોં ધાકોર હતું.ગાડીમાંથી ઉતરતા મિતાલીએ કહ્યું

હું જરા…’

હા તું બાથરૂમ જઇ આવ….તારે તો દહીં વડા જોઇશેને…?’ગાડી લોક કરતા વિરાટે કહ્યું

      મિતાલી જવાબમાં મલકીને જતી રહી.વિરાટે બે પ્લેટ દહીં વડા અને બે કોફીનો ઓર્ડર લખાવી પૈસા આપી સ્લિપ લીધી અને આઇટમ  મળી જતા ટ્રે લઇ એ મિતાલીની રાહ જોવા લાગ્યો.રેસ્ટ રૂમમાંથી ફૂડ પ્લાઝા તરફ આવતા મિતાલીએ બે ત્રણ વખત પાછળ ફરીને જોયું અને આવીને વિરટ સામે બેઠી તો વિરાટે પુછયું

શું થયું…?’

શેનું શું થયું…?’દહી વડાની પ્લેટ ઉપડતા મિતાલીએ પુછયું

કોઇ રોહિત તો આજુબાજુ નથી ને…? એ જોતી હતી…?’

સમજે છે પછી પુછે છે શું કામ…? આજે તેં પણ દહીં વડા મંગાવ્યા…?’બે પ્લેટ દહીંવડા જોઇ મિતાલીએ પુછયું

હા સાથે હોઇએ અને એક વાનગી ખાઇએ તો…’કહી વિરાટે મિતાલીની પ્લેટમાંથી દહીં વડા ખાધા

બીજી પ્લેટ મંગાવી છે તો પણ મારી પ્લેટમાંથી કેમ…?’

સાંભળ્યું છે કે,એક જ ભાણામાંથી ખાઇએ તો પરસ્પર પ્રેમ વધે…’કહી વિરાટ હસ્યો

એમ તો પ્રેમ વધારવાનો આઇડિઆ સારો છે What an idea sirji…મિતાલીએ કહ્યું તો બંને હસ્યા.

          દહીં વડા ખવાઇ ગયા કોફી પિવાઇ ગઇ અને બંને ગાડીમાં બેઠા તો મિતાલી ઝોકે ચઢી ગઇ એ જોઇ વિરાટે ગાડી બ્રેક કરી તો મિતાલીએ પુછ્યું

શું થયું વીરૂ…?’

તું ઝોલા ખાય છે બેટર છે કે તું પાછલી સીટમાં સુઇ જા ઘર નજીક આવતા તને જગાડીશ..’કહી ગાડીનું પાછલુ બારણું ખોલ્યું   

            મિતાલી પણ કોઇ આનાકાની વગર પાછલી સીટ પર લંબાવ્યું અને ખંડાલા ઘાટ પર ઓઢેલી શાલ ઓઢીને આરામથી ઊઘી ગઇ.સારી ઊંઘ થઇ જાય એ ઇરાદે વિરાટ ધીમેથી ગાડી ચલાવતો હતો આખર મસ્તરામ નજીક ગાડી આવી તો વિરાટે સાદ પાડયો

મીતા.. તને ક્યાં ડ્રોપ કરૂં…?’

    મિતાલી સફાળી બેઠી થઇ ને આજુબાજુ જોવા લાગી અને એક જગાએ ગાડી ઊભી રખાવીને ઉતરીને ચાલવા લાગી.વિરાટને નવાઇ લાગી મિતાલી કેમ એમ જ જતી રહી.ઘેર આવીને તેણે વોટ્સ અપ ચાલુ કરી પહેલો સવાલ

તું સલામત ઘેર પહોંચી ગઇ…?’

હાગાડીમાં પેલી શાલ ઓઢીલી એટલે ઊંઘ મસ્ત થિઇ ગઇ…’

કેમ હાય કે બાય વગર જતી રહી…?’

હું ગાડીમાંથી ઇતરી ત્યારે મારા પપ્પાના માશી સામેથી આવતા હતા સારુ છે કે એમની આંખે ઝાંખપ છે એટલે એમણે મને ઓળખી નહીં…’

તને કેમ ખબર પડી…?’

મેં સામેથી પુછયું કેમ છો દાદી તો નેઝવું કરી પુછયું કોણ છો દીકરી…? પછી કહ્યું તું તો ઓલા વિનિયાની છોડીને…?’

હં સારૂંપછી…?’

મેં કહ્યું દાદી ચાલો ઘેર જઇએ તો મને કહે અહીં હકાં રહે છે તેના ઘેર જાઉ છુંકહી એ ગયા

હકાં…?’

વીરૂ વાયડો ન થા….ચાલ હવે બંધ કર મારે નીચે જઇ મમ્મીને પુછવુ છે બઝારમાંથી શું લાવવું છે નહીંતર હું લાયબ્રેરીમાં જઇ આવું…?’

     બે મહિના પછી વિરાટે મેસેજ કર્યોઆ રવિવારે ઘેર જરા જાણ કરી દેજે તું મોડી આવશે તો આપણે લોનાવલા જઇએ

શું છે લોનાવલામાં ….?’

ત્યાં અમારી કુળદેવી એકવીરા માતાજીનું મંદિર છે તેના દર્શન કરીશું ત્યાં ગુફાઓ છે તે જોઇશું ચિક્કી ખાઇશું એવું ઘણું બધુ….’

ભલે હું તને પછી વાત કરૂં છું હમણાં તો મારે લાયબ્રેરીમાં જવું છે…’કહી મોબાઇલ ઓફ કર્યો નીચે આવી રોહિણીને કહ્યું

મમ્મી હું લાયબ્રેરીમાં જાઉ છું…’

  વિરાટે મોબાઇલ ઓફ કરવા બટન દબાવવા જતો હતો ત્યાં તેની નજર મોબાઇલની તારીખ પર પડી

ઓહ સીટકાલે તપનના મેરેજ છેહમણાં પાંચ વાગ્યા હતા.તેણે તરત જ બે ત્રણ ટ્રાવેલ એજ્ન્સીમાં તપાસ કરી પછી એકના સ્લિપર કોચમાં સીટ મળી ગઇ.તરત જ એક બગલ થેલામાં બે જોડી કપડા અને જોઇતી વસ્તુ નાખી નીચે આવી માધુરીબેનેને પુછયું

મમ્મી શું બનાવ્યું છે…? મારે ૬ની બસમાં તપનના લગ્ન અટેન્ડ કરવા સુરત જવું છે.’

બસ છ વાગ્યાની છે ને તો આટલો ઉતાવળો શું થયો છે…? બેસ હમણાં તને ઉપમા બનાવી આપું ‘(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: