નવો અધ્યાય (૩)

pothi

 (ગતાંકથી આગળ)

                વિરાટે માધુરીબેનને મહાબળેશ્વરમાં બધે ફેરવી બધા મંદિરોમાં દર્શન કરવ્યા અને છેલ્લે ત્યાંના પ્રખ્યાત કાંદાના ભજિયા અને કુલડીમાંનું દહી ખવડાવ્યું પછી કોફી પી ઘર તરફ વહેતા થયા.માધુરીબેનની થાકથી ઘેરાતી આંખો જોઇ વિરાટે ગાડી ઊભી રાખી અને પાછલું બારણું ખોલી કહ્યું

મમ્મી તું પાછલી સીટ પર સુઇ જા ઘર આવશે ત્યારે તને જગાડીશ..’ 

        માધુરીબેનને આ ગમ્યું અને કોઇ આનાકાની વગર પાછલી સીટમાં સાથે લાવેલી શાલ ઓઢી લંબાવ્યું અને ખરેખર ઊંઘી ગયા. વિરાટે રેડિઓ પર ધીમા અવાઝે ગીત સાંભળતા ગાડી ચલાવી. વચ્ચે ફૂડ પ્લાઝા તરફ જવાનો વિચાર કર્યો પણ પછી થયું આરામથી ઊંઘતી માને ડિસટર્બ કરી ઊંઘ બગાડવી સારી નહી એટલે સીધો ઘેર આવ્યો.ગાડી પાર્ક કરી પાછલું બારણું ખોલી વિરાટે કહ્યું

મમ્મી આપણે ઘેર આવી ગયા…’

હેંઘર આવી ગયું ખબર પણ ન પડી પણ ઊંઘ સારી થઇ ગઇ…’

રાતે જમી લીધા પછી વોટ્સ અપ પર મિતાલીને પોતાની ગાડીનો ફોટો વિરાટે પોસ્ટ કર્યો તે જોઇ મિતાલીએ ખુશ થઇ લખ્યું

કોન્ગ્રેચ્યુલેશન…’

ગાડીમાં લોન્ગ ડ્રાઇવ પર જવા કયારે આવે છે…?’

બે દિવસ પછી….’

ક્યાં મળીશ…?’

સત્કાર રેસ્ટોરન્ટના ખુણા પાસે બ્યુટી પાર્લરના દરવાજે ચાર વાગે રાહ જોઇશ..’

 ‘ઓકે ડન…’

બાય….ચલ બંધ કર મારે ઘણું વાંચવાનું છે…’

બાય…’

        નક્કી કર્યા મુજબ વિરાટની ગાડી બ્યુટીપાર્લર પાસે આવી અને ઊભી રહે તે પહેલા મિતાલીના ઇશારા કર્યો આગળ જા. તે મુજબ એ ધીમેથી ડ્રાઇવ કરતો આગળ ગયો, તો મિતાલી આજુબાજુ નજર કરતી આગળ ગઇ અને ધીમેથી ચાલતી ગાડીની બરાબર બાજુમાં આવી તો ગાડી બ્રેક થઇ અને એ ગાડીમાં બેસી ગઇ એને જોઇ વિરાટ મલક્યો અને ગાડીની સ્પીડ વધારી.

સીટ બેલ્ટ બાંધ..નહીતર મારો કોક કાકો જરૂર ફાઇન કરશે..’

            સીટ બેલ્ટ બાંધતા મિતાલીએ એક નજર ગાડીમાં કરી એને ગાડી ગમી.એ જોઇ વિરાટે પુછ્યું

ગાડી ગમી…?’

એકદમ સુપર્બ….’

ક્યાં જઇશું….?’

એ તારે વિચારવાનું છે મારે નહીં મેસેજમાં લોંગ ડ્રાઇવ પર જવાની વાત તેં કરી હતી મેં નહીં…’

કેમ આજે ઝઘડવાના મુડમાં છો…?’

તું વાતો જ એવી કરે છે….’મ્હોં બગાડી મિતાલીએ કહ્યું

       ફૂડ પ્લાઝા આવ્યું ત્યાં સુધી બંનેમાંથી કોઇ કંઇ બોલ્યું નહીં.મિતાલી તો આંખો બંધ કરીને બેઠી હતી, એ જોઇ વિરાટે મજાક કરી

ગાડીમાં ઊંઘી ગઇ કે….?’

નાએસીની ઠંડક સાથે સફરની મોજ માણું છું…’કહી મિતાલી મલકી

         વિરાટે ગાડી પાર્ક કરી અને બંને ફૂડ પ્લાઝામાં આવી એક ટેબલ પાસે ગોઠવાયા      

બોલ શું ખાવું છે તારે….?’વિરાટે ત્યાં સ્ટોલ પર લાગેલા વાનગીઓના પિકચર જોતા પુછયું

મારે તો દહીંવડા ખાવા છે તું તારી પસંદગીનું ખા…’કહી મિતાલી મલકી

સારૂં હું ત્યાં વિચારીને ઓર્ડર આપીશ….’કહી વિરાટ ઊભો થયો તો મિતાલીએ કહ્યું

હું જરા બાથરૂમ જઇ આવું…’

            વિરાટ કેશ કાઉન્ટર તરફ જતો હતો તો તેણે બસમાંથી ઉતરી પોતાની ગાડી આજુબાજુ ફરી ચક્કર મારતા રોહિતને જોયો

માર્યા ઠાર આ ક્યાં ભટાકાઇ ગયો…?’વિરાટ તેના તરફ લક્ષ આપ્યા વગર કાઉન્ટર પર ઉપમા અને દહીંવડાનો ઓર્ડર આપી પૈસા આપી સ્લિપ લઇ પાછો વળ્યો

વિરાટ આ માનુની કોણ છે…?’આંખ મિચકારતા રોહિતે પુછયું

ફ્રેન્ડ છે….’વિરાટે ઉડાઉ જવાબ આપ્યો

ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ…?’

એ તું જે સમજે તે પણ પ્રોમિશ કર કે કોઇને આ બાબત વાત નહીં કરે.આ વાતની નતો એના ઘરમાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઇ ને ખબર છે નતો મારા ઘરમાં મમ્મી પણ આ બાબત નથી જાણતી અને આપણા ફ્રેન્ડ સર્કલમાં પણ તું પહેલી વ્યક્તિ છે એટલે તું પણ કોઇને નહીં કહેવિરાટે રોહિતનો હાથ પકડી કહ્યું

કોઇને નહીં કહું ધરપત રાખજે It’s a promise મને ખબર છે કાલે જ હેડ લાઇન છપાશેએ વન હોકી પ્લેયર વિરાટ સંપટનું પ્રેમ પ્રકરણ..’બે હાથ પહોળા કરી કહી રોહિત હસ્યો અને દૂરથી બાથરૂમમાંથી બહાર આવતી મિતાલીને જોઇ વિરાટને સામે હોઠ પર ઝીપ બંધ કરવાનો અભિનય કરીને તે ગયો.વિરાટને ઓર્ડર કરેલ આઇટમ મળી જતા ટ્રે લઇ ટેબલ પર આવ્યો તો મિતાલીએ  વિરાટ સામે બેસી દહીંવડાની પ્લેટ ઉપાડતા પુછયું

કોણ હતો એ તારી સાથે બહુ હસી હસીને વાતો કરનાર…?’

મારી હોકી ટીમનો મેમ્બર રોહિત…’વિરાટે ઉપમા ખાતા કહ્યું

…?’

ધરપત  રાખજે એ આપણને અહીં મળ્યો હતો એ બાબત કોઇને નહીં કહે..’વિરાટે મિતાલીની શંકાનું નિવારણ કરતા કહ્યું

          બંને પાછા ગાડીમાં ગોઠવાયા તો વિરાટે ગાડી સ્ટાર્ટ કરતા મિતાલીને પુછયું

આતી ક્યા ખંડાલા…?’

ક્યા કરૂં આકે મૈ ખંડાલા…?’પછી ઉમેર્યું ખંડાલા ફરી કોઇ વાર હાલ ઘડી તો ઘેર ચાલ મારે ઘણું વાંચવાનું બાકી છે..’ગાડી મુંબઇ તરફ વહેતી થઇ.વિરાટે એફ.એમ રેડિયો પર ગાયનો ચાલુ કર્યા અને સાથે સીટી વગાડતા એ પણ સુર પુરાવા લાગ્યો.મિતાલી પાછી આંખો બંધ કરીને આરામથી બેઠી હતી.વિરાટને એની ધ્યાન સમાધી ભંગ કરવાનું મુનાસિબ ન લાગ્યું.આખર પેલા બ્યુટી પાર્લર નજીક ગાડી આવી તો વિરાટે પુછયું

મિતા તને ક્યાં ડ્રોપ કરૂં…?

બસ અહીં જ ઊભી રાખ હું જાઉ છું..’

          એ બ્યુટી પાર્લર પાસે ગાડી ધીમી પડી તો મિતાલીએ આજુબાજુ નજર કરતા હાથના ઇશારે ગાડી બ્રેક કરાવીને ઉતરીને ચાલવા લાગી અને વિરાટ કંઇ કહે તે પહેલા એક ગલીમાં જતી રહી.કલાક વાર પછી વોટ્સ અપ પર વિરાટનો મેસેજ હતો

તું સલામત ઘેર પહોંચી ગઇ…?’

હાહવે ડિસ્ટર્બ નહીં કરતો મારે ઘણું વાંચવાનું બાકી છે બાય મિતાલીએ મેસેજ લખી મોબાઇલ બંધ કર્યું

           બે મહિના એમ જ પસાર થઇ ગયા.એક દિવસ વિરાટે વોટ્સ અપ પર ફરી મેસેજ મુક્યો

આતી ક્યા ખંડાલા…?’

ભલે ચાલ જઇએ ખંડાલા…’

ક્યાંથી….?’

સત્કાર રેસ્ટોરન્ટની સામે ગલીમાં મસ્તરામ વડા પાઉં વાળાને ત્યાંથી…’(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: