(ગતાંકથી આગળ)
એ દિવસના પહેલી વખત મળ્યા પછી બંને વોટ્સ અપ પર મળતા અને વાતો કરતા.બે એક મહિના વીતી ગયા પછી વિરાટે મિતાલીને પહેલી વખત જે રેસ્ટોરન્ટમાં મળ્યા હતા ત્યાં આવવા મેસેજ મુક્યો.મિતાલી ત્યાં આવી અને ત્યાં રાહ જોતા બેઠેલા વિરાટને કહ્યું
‘અહીં કોઇ તને કે મને ઓળખી જાય તે પહેલા ચલ બાઇક સ્ટાર્ટ કર..’કહી મિતાલીએ ચહેરા પર સ્કાર્ફ વિટાળ્યું અને બંને ગેટ વે ઓફ ઇન્ડિયા આવ્યા.બાઇક પાર્ક કરી બંને એક અલાયદી જગા પર બેઠા.વિરાટે સાથે લાવેલ ખારીસિંગનું પેકેટ ખોલ્યું અને બંને વાતે વળગ્યા.
‘હાં…તો મને રૂબરૂમાં શું કહેવું હતું બોલ..’
‘મિતાલી હું તને ચાહું છું I love you તું મારી સાથે લગ્ન કરીશ…?’વિરાટે મિતાલીના હાથ પકડી કહ્યું
‘………..’ મિતાલી ખારીસિન્ગ ખાતા વિરાટ તરફ વિસ્ફરિત આંખે જોઇ મલકી
‘બોલ મિતાલી આ મારો એક તરફી પ્રેમ તો નથી ને…?’વિરાટે મિતાલીનો હાથ હલાવતા પુછ્યું
‘વિરાટ હું હમણાં જ કોલેજના પહેલા વરસમાં આવી છું એટલે આ બાબત હું હાલ વિચારી પણ ન શકું’
‘હું તારી કોલેજ પુરી થાય ત્યાં સુધી રાહ જોઇશ It’s a promise…’વિરાટે મિતાલીનો હાથ ચુંમતા કહ્યું
‘તો હું પણ તને ત્યારે જવાબ આપીશ એટલું યાદ રાખ I love you too બસ એમાં બધું આવી ગયું..’કહી મિતાલીએ વિરાટનો હાથ થપથપાવતા મલકી પછી વિરાટનો હાથ ખેંચતા કહ્યું
‘ચલ બાઇક સ્ટાર્ટ કર..’
બંને ઊભા થયા તો વિરાટે પહેલી વખત મિતાલીને આશ્લેશમાં લીધી.ઘડી ભર બંને એક બીજાની આંખોમાં જોતા એમ જ ઊભા રહ્યા પછી મિતાલીએ કહ્યું ‘ચલ બાઇક સ્ટાર્ટ કર થોડું એટલું મીઠું….’વિરાટે મિતાલીના ઘરથી થોડે દૂર બાઇક ધીમી કરી અને કોઇ આજુબાજુ નથી એ જોઇ મિતાલી બાઇક પરથી ઉતરી ‘બાય…’કહી જતી રહી.
બંને વોટ્સ અપ પર તો ક્યારેક સ્કાય પી પર મળતા અને એ સંદેશા આપ લે ચાલુ જ હતો.આ બંનેનું પ્રેમ પ્રકરણ નતો મિતાલીના ઘરમાં કોઇને ખબર હતી નતો વિરાટના ઘરમાં.ઇવન મિતાલીના સખી વૃંદમાં કોઇને અણસાર ન હતો તો ન હતો વિરાટના ફ્રેન્ડ સર્કલમાં.
વિરાટનું પ્રોમોશન થતા પોતાની બેન્કમાં કાર લોન લઇ એક કાળી હ્યુન્ડાઇ વેરના ગાડી લીધી અને ઘર સામે ઊભી રાખી તો ગાડીનો અવાઝ સાંભળી વિરાટના મમ્મી મધુરીબેન બહાર આવી પુછયું
‘અલ્યા વીરૂ આ કોની ગાડી છે…?’
‘મમ્મી એ આપણી છે આજે જ લીધી…’
‘તો જયાં સુધી તેની પૂજા ન થાય ત્યાં સુધી ચલાવતો નહીં હું હમણા જ કેવલરામ મારાજને બોલાવું છું એ પૂજા કરી આપશે …’કહી મધુરીબેને ફોન કરી મારાજને બધી વાત કરી પૂજા માટે બોલાવ્યા
‘વાહ..વાહ…વાહ મધુરીબેન ગાડી સરસ છે…’કેવલરામે ગાડીની આસપાસ ચક્કર મારી કહ્યું
‘હવે વાહ વાહ પછી કરજે પહેલા પૂજાનું પતાવ જોઇતી સામગ્રી સાથે લાવ્યો છો ને…?’મધુરીબેને ટકોર કરી
‘બધુ લાવ્યો છું મારી મા બાકી પૂજા ને..? હમણાં પતાવી દઉં. મંગલમ્ ભગવાન વિષ્ણુ મંગલમ્ ગરૂડમ્ ધ્વજા…’મંત્રોચાર સાથે ગાડીના બોનેટ પર સાથિઓ દોર્યો અબિલ ગુલાલ અક્ષત અને ફૂલ છાંટી આરતી ઉતારી.ગાડીનું બારણું ખોલી સ્ટિયરીન્ગ વ્હીલ પર સાથીઓ દોરી પૂજા કરી.એક શ્રીફળ ગાડીના પહેલા વ્હીલ નીચે મૂકી પેસેન્જર સીટમાં બેસી કહ્યું
‘વિરાટ જરા ગાડી આગળ લે…’
ગાડી આગળ ચાલી તો શ્રીફળ ફૂટવા અવાઝ આવતા કહ્યું
‘બસ…’
‘લ્યો મધુરીબેન પૂજા થઇ ગઇ…’
‘પહેલા ઘરમાં આવ ચ્હા નાસ્તો કરીલે પછી તને દક્ષિણા આપું’
ચ્હા નાસ્તો થઇ જતા કેવલરામને પૂજાપાના પૈસા અને દક્ષિણા અપાઇ એ લઇ એણે કહ્યું
‘વિરાટ તારી નવી ગાડીમાં મને કૃષ્ણ મંદિર મુકી જા’
‘મમ્મી ચાલ…’ કહી વિરાટે પાછલો દરવાજો ખોલી માધુરીબેનને બેસાડયા પછી આગળની સીટમાં કેવલરામ બેઠા તો ગાડી ઉપડી. કેવલરામ મંદિર પાસે જયશ્રી કૃષ્ણ કહી ઉતરી ગયા.તો ગાડી ચલાવતા વિરાટે પુછયું
‘મમ્મી ક્યાં જવું છે….?’
‘એમ કર પહેલા તું ઘેર ચાલ હું કપડા બદલી લઉ પછી લોનાવલા આપણી કુળદેવી એકવીરાના દર્શન કરી આવીએ’
માધુરીબેને કપડા બદલ્યા તો વિરાટે પણ બદલ્યા અને ઘર લોક કરી બહાર આવેલા માધુરીબેનને પુછયું
‘મમ્મી જઈશું…?’
‘હા ચાલ…’ કહી માધુરીબેન આગળની સીટમાં બેઠા.ફૂડ પ્લાઝા નજીક આવતા વિરાટે પુછયું
‘મમ્મી તારે કોફી પીવી છે…?’
‘હા…પણ મારે જરા બાથરૂમ પણ જવું છે…’
ગાડી ફૂડ પ્લાઝા પાસે પાર્ક કરી વિરાટે રેસ્ટરૂમ તરફ આંગળી ચીંધી કહ્યું
‘મમ્મી તું ત્યાં જઇ આવ ત્યાં સુધી હું કોફીનો ઓર્ડર આપુ છું..’
વિરાટે બે કોફી અને બે વેજ સેન્ડવિચીસનો ઓર્ડર લખાવી પૈસા આપી સ્લિપ લીધી અને ઓર્ડર થયેલ આઇટમ મળે તેની રાહ જોવા લાગ્યો તે મળી જતા એક ટ્રેમાં લઇ માધુરીબેનેની રાહ જોવા લાગ્યો.
‘આ સેન્ડવીચ…?’
‘મમ્મી લોનાવલા પહોંચતા ટાઇમ જશે એટલે થોડી પેટ પૂજા કરી હોય તો સારૂં..’
સેન્ડવીચ અને કોફી ખવાઇ પિવાઇ ગઇ એટલે ગાડી લોનાવલા તરફ વહેતી થઇ.એક જગાએ ગાડી પાર્ક કરી મંદિરની સીડી તરફ વળ્યા.ત્યાંની દુકાનેથી પોજાપો અને પ્રસાદ લઇ દર્શન કર્યા.પાછો મળેલો પ્રસાદ લઇ ગાડીમાં બેઠા.તો વિરાટે ગાડી મહાબળેશ્વર તરફ વહેતી કરી એ જોઇ માધુરીબેને પુછયું
‘અલ્યા વીરૂ આપણે આવ્યા એ રસ્તો તો આ નથી તો તું ક્યાં જાય છે…?’
‘મમ્મી આટલે સુધી આવ્યા છીએ તો જરા મહાબળેશ્વર પણ જઇ આવીએ..’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply