નવો અધ્યાય

pothi

          મિતાલી એકાગ્રતાથી આજે પરિક્ષાનું છેલ્લું પેપર લખી રહી હતી.બસ આજે પૂરું થાય એટલે મગજમાં પરિક્ષાના ટેન્શનનું ભૂત ધુણ્યા કરતું હતું અને મન અજંપાનો અનુભવ કરાવતું  હતું તેનાથી રાહત થઇ જશે. એક એક કરતાં છેલ્લા પ્રશ્નના જવાબ લખવા સુધી આવીને પુરૂ થતાં એક નિરાંતનો શ્વાસ ભરી થોડી વાર આંખો મીંચીને બેસી રહી. પછી એક નજર ઉત્તરવાહિની પર નાખી બોલપેનનું ઢાંકણ બંધ કરી પર્સમાં મૂક્યું અને પેપર ત્યાં બેઠેલી શિક્ષિકાને સોંપી બહાર આવી.

              ઉતાવળે ઘેર જવા બસ સ્ટેંડ પર આવી પણ એની નજર સામે બસ ઉપડી ગઇ.હવે અર્ધી કલાક રાહ જોવી જોઇશે,એમ વિચારી ઘેર જવા રિક્ષાની રાહ જોવા લાગી પછી વિચાર કર્યો કે,સિગ્નલ સુધી જઇને ત્યાં ઊભી રહેંતી રિક્ષા પકડવી.એવા વિચારે તે તરફ જતી હતી ત્યાં બરોબર એની પાસેથી એક બાઇક પસાર થઇ અને બાઇક પર બેઠેલાએ એના ગળામાંની ચેઇન ખેંચી બાઇકની સ્પીડ વધારી. શું થયું ખબર પડતા એણે ચોરચોરબૂમ પાડી તો તેની તરફ આવતા એક હોકી પ્લેયર વિરાટે પરીસ્થિતી સમજી જતાં પોતાની હોકી સ્ટિક પેલા બાઇકસ્વાર તરફ ફેંકી તેના મારથી તેણે બેલેન્સ ગુમાવ્યું અને બાઇક સ્લિપ થઇ જતાં નીચે પટકાયો.વિરાટે રસ્તામાં પડેલી હોકી સ્ટિક ઉપાડી અને પેલા બાઇકસ્વાર પાસે આવીને કોલરમાં પક્ડી ઊભો કર્યો.લોકો ટોળે વળી ગયા ત્યારે વિરાટે સ્નેચરને બે અડબોથ મારતા કહ્યું

સાલા ચોર….’

        આટલું સાંભળતા શું થયું…?શું થયું…? પ્રશ્નો થયા તો ત્યાં આવેલી મિતાલીએ કહ્યું

મારા ગળામાંથી ચેઇન ખેંચીને ભાગતો હતો….’પછી શું ત્યાં ટોળે વળેલા કાગડાની નજરે ચડેલા ઘુવડ જેમ ગડદા પાટું કરવા લાગ્યા તેમાં વિફરેલી મહિલાઓએ સેન્ડલ ઉતારી મારવા લાગી.કોઇએ પોલીસને ફોન કર્યો.બનાવ બન્યાની જગ્યાથી નજીકમાંજ પેટ્રોલિન્ગ કરતી પોલીસ વેન ત્યાં આવી  ગઇ અને ચોરનો કબજો લીધો.બેડી પહેરાવી વેનમાં ધકેલ્યો અને એક પોલીસે સ્લિપ થયેલી બાઇકનો કબજો લીધો. આખો ઘેરો મિતાલી સાથે પોલીસ સ્ટેશન આવ્યો.પોલીસ સ્ટેશનમાં ચોરની તલાસી લેતાં તેના ગજવામાંથી ચેઇન મળી.પંચનામું કરી પોલીસે ચેઇન મિતાલીને સોંપી અને વિરાટ અને મિતાલીના મોબાઇલ નંબર નોંધી રજા આપી ચોરને લોકઅપ ભેગો કર્યો.મિતાલીએ પોતાના મોબાઇલમાં વિરાટના નંબર સેવ કરી લીધા.

            ઘેર આવી મિતાલીએ પોતાની પર્સમાંથી તૂટેલી ચેઇન કાઢીને પોતાની મમ્મી રોહિણીને આપી

કાં અલી મને શા માટે આપે છે…?’રોહિણીએ પુછયું

        મિતાલીએ સ્કૂલથી ઘેર આવી ત્યાં સુધીની બધી વાત વિસ્તારથી રોહિણીને કહી સંભળાવી.

 ‘હમણાં બનવો કેટલા બન્યા છે મૂવાઓને કામ ધંધા કરવા નથી બસ મફતનું જોઇએ છે..’

 ‘હાઓલાએ ગળામાંથી ઝાટકો મારી ખેંચી એટલે તૂટી ગઇ છે રિપેર કરાવવી જોઇશે…’કહી મિતાલી પોતાના રૂમમાં ગઇ અને કેટલી વાર દ્રશ્ય વાગોળતા ઊંઘી ગઇ.

-0-

         જે પોલીસ બાઇક લઇ આવ્યો હતો તેણે બાઇકના નંબર નોંધી બાઇક ચોરીની ફરિયાદનું લિસ્ટ કાઢ્યું તો ખબર પડી કે,એ બાઇક ચોરાયેલી હતી. તેણે આવી ઇનસ્પેક્ટરને જાણ કરી

સર બાઇક કોઇ રમેશ રાજપરાની છે…’કહી તેણે ફાઇલ ટેબલ પર મુકી

મતલબ ખાલી ચેઇન સ્નેચર નથી બાઇક ચોર પણ છે…’કહી ઇનસ્પેકટર લોકઅપમાં આવીને પુછયું

બોલ તું કઇ ટોળકીને મેમ્બર છે અને તારા સાથે બીજા કેટલા છે…?’કહી બે ડંડા ફટકાર્યા

સાહેબ હું કોઇ ટોળકીનો સભ્ય નથી આજે પહેલી વખત મેં ગુન્હો આચર્યો છે….’ચોરે હાથ જોડી કરગરતા કહ્યું

એમ…? તો બાઇક તારી પાસે ક્યાંથી આવી…?’

‘…………’

મારા સામે શું ટગર ટગર જોય છે બોલ નહીંતર મને બાતમી કબુલાવાના બીજા પણ રસ્તા આવડે છેકહી બીજા બે ડંડા ફરકાર્યા પણ કબુલ થયો એટલે ઇનસ્પેકટરે બાજુમાં ઊભેલા માણસને કહ્યું

દોરી ગરગડીમાં નાખીને આના પગમાં બાંધી તેને ઊંધો લટકાવો….’

             ઇનસ્પેકટરની સુચનાનો અમલ થયો અને પેલાના બરડા પર ધોકા વારી થઇ તો ચોર એકજ વાત ફરી ફરીને કરતો હતો એટલે ઇનસ્પેકટરે કહ્યું

ચાલો   એમ નહીં બોલે એને ધુણાવો…..’

           એક ગમેલામાં બાજુની રેસ્ટોરનટમાંથી બળતા કોલસા લવાયા અને ચોરના માથા નીચે મુકીને બળતા કોલસા પર લાલ મરચા નંખાયા અને ઇનસ્પેકટર લોકઅપ બંધ કરી બહાર ચાલ્યો ગયો.મરચાના ધુવાણા પેલાની આંખમાં નાકમાં જતાં તેને સખત ઉધરસ ઉપડી અને આંખોમાં લ્હાય થઇ ગઇ એટલે બુમ પાડી

સાયેબ મને નીચે ઉતારો ધૂણી બંધ કરો હું બધું કહું છું…’

આવી ગયોને લાઇન પર….?’ઇનસ્પેકટરના ઇશારે પેલો ગમેલો હટાવી લેવાયો અને ચોરને નીચે ઉતારવામાં આવ્યો તો તેણે કહ્યું

સાયેબ હું બધું કહું છું પ્લીઝ મને પાણી પિવડાવો…’ઉધરસના ઠસકા વચ્ચે તે એટલું માંડ બોલ્યો.

        પાણી પીધા પછી તેણે જે કબુલાત કરી વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યું અને તેના આધારે બીજા જણની ચોરેલી બાઇક સાથે ધરપકડ કરી અન્ય જેલમાં પુરવામાં આવ્યા.ગળામાંથી ખેંચેલી ચેઇન અને મંગળ સુત્ર વીરચંદ ગોલ્ડ એન્ડ ડાયમંડ સ્ટોરના સેલ્સમેન અને ઊંધા ધંધા કરનાર ગમનલાલને પાણીના ભાવે અપાયા હતા. ગમનલાલની પણ પોલીસે ધરપકડ કરી અને એને બે ડંડા પડતા પોપટની જેમ બધુ કબુલ કરી લીધું.તેણે ખરીદેલો માલનો સોદો હજી થયો હોતા તેથી તે યથાવત તેની પાસેથી મળી આવ્યો તે જપ્ત કરી ગમનલાલને લોકઅપ ભેગો કરી દીધો.

           બીજા દિવસે સ્થાનિક સમાચાર પત્રમાં હેડ લાઇન હતીચેઇન સ્નેચર અને બાઇક ચોર ટોળકીનો પર્દાફાસજે લોકો ટોળકીના શિકાર થયા હતા તેમનામાં એક આનંદની લહેર દોડી ગઇ.

-0-

         રસોઇ તૈયાર થઇ જતા રોહિણીએ મિતાલીને જગાડી

ચાલ મિતાલી જમી લેતારા પપ્પા આવી ગયા..’

          મિતાલી રોહિણી અને વિનાયક સાથે બેસી જમ્યા અને મિતાલીએ રોહિણીને સાફ સફાઇમાં મદદ કરી હાથ લુછતી હતી તો રોહિણીએ કહ્યું

મિતાલી દિકરા જુના છાપા બધા ભેગા કરી રાખજે તો ઓલ્યા કાસમ કબાડીને આપી દઉ…’

         ઘરમાં છાપું વાંચતા જુદા જુદા ઠેકાણે મૂકી દેવાની વિનાયકની આદતના લીધે મિતાલીએ બધી જગાએ ફરી પસ્તિ ભેગી કરતી હતી, જ્યાં સોફા પાસેની ટિપોય પરનું છાપું ઉપાડવા ગઇ તો સોપારી કાતરતા વિનાયકે કહ્યું

ઇ રહેવા દે મારી મા આજનું છાપું છે…’કહી પોતાની રૂમમાં ગયા.

          મિતાલીએ બધા છાપાની વ્યવસ્થિત થપ્પી કરી દોરીથી બંડલ બાંધી એક ખુણામાં મુક્યું.પછી સોફા પર બેસી ટિપોય પર મુંકેલું છાપું ઉપાડયું અને પાના ફેરવતા ખેલકૂદ સમાચાર વાળા પાના પર એની નજર પડી.આજે પંજાબ સાથે બોમ્બેની ટક્કર હોકી લાઇવ….એ વાંચી તરત જ પોતાના રૂમમાં ગઇ અને કોમ્પ્યુટર ઓન કરી હોકી મેચ લાઇવ જોવા લાગી.આખર મુંબઇની ટીમ જીતી ત્યારે બધા ખેલાડીઓએ વિરાટને ખભ્ભે ઉચકીને ફેરવવા લાગ્યા.એનાઉન્સરે જાહેર કર્યું કે,આજની જીતનો શ્રેય શ્રી વિરાટ સંપટને જાય છે. આટલા સમાચાર જાણી મિતાલી રોમાંચિત થઇ ગઇ.કોમ્પ્યુટર સટ ડાઉન કરી સોફા પર પગ લાંબા કરી હાથના આંગળા ભીડીને તે પર માથું ટેકવી આંખો મીંચી એના સાથે થયેલ અકસ્માત ચિત્રપટની જેમ સામે ઉભરી આવ્યું.એકાએક ઊભી થઇ રૂમના બારણા વાંસીને પોતાના મોબાઇલમાં વિરાટનો સેવ કરેલ નંબર ડાયલ કર્યો             

હલ્લો હું મિતાલીકોન્ગ્રેચ્યુલેશન …’

‘…………’

હા હમણાં મેચ કોમ્પ્યુટર પર લાઇવ જોઇ

‘…………’

એક કપ સાથે કોફી પી શકાય…?’

‘…………’

ભલે કાલે સાંજે વાગે મદ્રાસ કોફી પ્લાઝામાં હું તમારી રાહ જોઇશ

‘…………’

બાય..’ કહી બહુ રોમાંચિત થતા મિતાલીએ મોબાઇલ ઓફ કરી કેટલી વાર સુધી બેસી રહી પછી એકાએક યાદ આવતા બારણા ખોલ્યા સારૂં થયું કોઇ આવ્યું હતું.

             વિરાટ સાથે નક્કી થયા મુજબ બંને રેસ્ટોરન્ટમાં મળી સાથે કોફી પીધી બોલવાની પહેલ કોણ કરે અવઢવમાં ચુપચાપ કોફી પિવાઇ ગઇ આખર વિરાટે પુછયું

મારી સાથે બાઇક પર ચાલશો..?’

         તો મિતાલીએ માથું ધુંણાવી મૂક સંમતિ આપી વિરાટે બીલ પે કર્યું અને બંને બહાર આવ્યા.વિરાટે તો હેલ્મેટ પહેરેલું એટલે તેને કોઇ ઓળખી શકે પણ પોતાને કોઇ ઓળખી જાય તો…? એટલે મિતાલીએ સ્કાર્ફ કાઢી ફકત આંખો દેખાય એટલું ખુલ્લું રાખી આખો ચહેરો ઢાંકી લીધો અને બાઇક પર બેઠી

સ્માર્ટ ગર્લ…’વિરાટે મનોમન કહી મલક્યો.

            બંને જૂહુ બીચ પર આવ્યા.તો વિરાટે પુછ્યું

પહેલા કદી હોકી મેચ જોઇ છે…?’

ના….પણ હવે જોઇશ….’

લાઇવ જોવી ગમે તો હવે પછીની મેચની પાસની વ્યવસ્થા કરી આપું..’

નાઆનાથી વાત ચગડોળે ચડે મને નહીં ગમે પછી મીડિયાવાળા વાતની છાલ છોડે

હા વાત સાચી.

એટલે એના કરતા કોમ્પ્યુટર પર લાઇવ ટેલીકાસ્ટ આરામથી ઘરમાં બેસી જોવી સારી

કોમ્પ્યુટર પર કેમ ટીવી પર જોવાય…?’કહી વિરાટ હસ્યો

પહેલા કદી ફૂટબોલ,ક્રીકેટ કે હોકી મેચ ટી પર જોઇ નથી હવે જોવા બેસું તો મારી મમ્મી મને સત્તર સવાલ પુછે મીડિયા વાળાથી ચાર ચાસણી ચઢે એવી છે…’

જો એમ હોય તો પોતાના રૂમમાં કોમ્પ્યુટર પર જોવી સારી કોઇનીય નજરે ચડાયતો ફરી ક્યારે મળાશે..?’

જોઇશું…’કહી મિતાલી હસી

વોટ્સ અપ પર તો મળી શકાય ને…?’

હા ઓપ્સન સારો છે…’(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: