નવો અધ્યાય (૫)

pothi

(ગતાંકથી આગળ)           

         વિરાટે વોટ્સ અપ પર મિતાલીને પોતે સુરત જાય છે એ જણાવવા કોન્ટેક્ટ કરવાની કોશીશ કરી પણ થયો નહીં  ત્યાં સુધીમાં ઉપમા બની જતા વિરાટે વિચાર્યું એણે મોબાઇલ સ્વિચ ઓફ રાખ્યો હશે.ઉપમા ખાઇને મમ્મીને પગે લાગી બહાર જવા લાગ્યો તો માધુરીબેને કહ્યુંસુરત પહોંચી ફોન કરજે..’

હા મમ્મી…’ એ બહાર આવ્યો અને ખાલી જતી રિક્ષા રોકી બસ સ્ટેશન પર આવ્યો.કંડકટરને બુકિન્ગ બાબત વાત કરી એટલે તેણે વિરાટ માટે ફાળવેલી સીટ બતાવી ટિકીટ આપી.વિરાટે સિટ પર જઇને થેલામાંથી ટોવેલ કાઢી માથાનીચે મુંકી લંબાવ્યું.પોતે  કઇ બસમાં છે એ તપનને જાણાવ્યું અને ઊંઘી ગયો.બસ સુરત પહોંચી અને બસમાંથી બહાર આવ્યો તો તપન ત્યાં રાહ જોતો હતો.બંને તપનની ગાડીમાં બેઠા અને ઘેર આવ્યા.લગ્ન સમારંભ રંગે ચંગે પુરો થયો.

Continue reading

મહેફિલ

park

સાંજ પડતા શાયરો મહેફિલ જમાવે બાગમાં

એક છે ખુણો અનેરો સૌને સમાવે બાગમાં

આગવી સૌની છટા કો આગવી શૈલી હશે

Continue reading

નવો અધ્યાય (૪)

pothi

(ગતાંગથી આગળ)

         નક્કી થયા મુજબ વિરાટની ગાડી સત્કાર રેસ્ટોરન્ટની સામેની ગલીમાં હળવેકથી દાખલ થઇ તો ત્યાં રાહ જોતી મિતાલી હળવેથી ગાડી સાથે ચાલતા ગાડીના કાંચ પર થાપ મારી તો ગાડી બ્રેક થઇ અને એ બેસી ગઇ.મિતાલી તો એસીની હવાની મોજ માણતા આંખો મિંચી બેસી ગઇ એનું ધ્યાન ભંગ કરતા વિરાટે કહ્યુંસીટ બેલ્ટ….’

બાંધ નહીંતર તારો કાકો ફાઇન કરશે…’કહી મલકીને સીટ બેલ્ટ બાંધ્યો.

ફૂડ પ્લાઝા પર ઊભી રાખું કે સીધા ખંડાલા જઇશું…’વિરાટે પુછયું

વળતા રોકાઇશું …’મિતાલીએ કહ્યું

Continue reading

આભાસ બાકી છે

20051011 (24)

મળી ચાલી ગઇ આભાસ બાકી છે;

ફરીથી આવશે વિશ્વાસ બાકી છે

તમસ ચોપાસ ને ચોફેર બેઠો છે;

Continue reading

નવો અધ્યાય (૩)

pothi

 (ગતાંકથી આગળ)

                વિરાટે માધુરીબેનને મહાબળેશ્વરમાં બધે ફેરવી બધા મંદિરોમાં દર્શન કરવ્યા અને છેલ્લે ત્યાંના પ્રખ્યાત કાંદાના ભજિયા અને કુલડીમાંનું દહી ખવડાવ્યું પછી કોફી પી ઘર તરફ વહેતા થયા.માધુરીબેનની થાકથી ઘેરાતી આંખો જોઇ વિરાટે ગાડી ઊભી રાખી અને પાછલું બારણું ખોલી કહ્યું

મમ્મી તું પાછલી સીટ પર સુઇ જા ઘર આવશે ત્યારે તને જગાડીશ..’ 

        માધુરીબેનને આ ગમ્યું અને કોઇ આનાકાની વગર પાછલી સીટમાં સાથે લાવેલી શાલ ઓઢી લંબાવ્યું અને ખરેખર ઊંઘી ગયા. વિરાટે રેડિઓ પર ધીમા અવાઝે ગીત સાંભળતા ગાડી ચલાવી. વચ્ચે ફૂડ પ્લાઝા તરફ જવાનો વિચાર કર્યો પણ પછી થયું આરામથી ઊંઘતી માને ડિસટર્બ કરી ઊંઘ બગાડવી સારી નહી એટલે સીધો ઘેર આવ્યો.ગાડી પાર્ક કરી પાછલું બારણું ખોલી વિરાટે કહ્યું

મમ્મી આપણે ઘેર આવી ગયા…’

Continue reading

નવો અધ્યાય (૨)

pothi

(ગતાંકથી આગળ)

             એ દિવસના પહેલી વખત મળ્યા પછી બંને વોટ્સ અપ પર મળતા અને વાતો કરતા.બે એક મહિના વીતી ગયા પછી વિરાટે મિતાલીને પહેલી વખત જે રેસ્ટોરન્ટમાં મળ્યા હતા ત્યાં આવવા મેસેજ મુક્યો.મિતાલી ત્યાં આવી અને ત્યાં રાહ જોતા બેઠેલા  વિરાટને કહ્યું

અહીં કોઇ તને કે મને ઓળખી જાય તે પહેલા ચલ બાઇક સ્ટાર્ટ કર..’કહી મિતાલીએ ચહેરા પર સ્કાર્ફ વિટાળ્યું અને બંને ગેટ વે ઓફ ઇન્ડિયા આવ્યા.બાઇક પાર્ક કરી બંને એક અલાયદી જગા પર બેઠા.વિરાટે સાથે લાવેલ ખારીસિંગનું પેકેટ ખોલ્યું અને બંને વાતે વળગ્યા.

હાંતો મને રૂબરૂમાં શું કહેવું હતું બોલ..’

Continue reading

શે’ર (૪)

ink-pan

કોઇએ પુછ્યું ધુફારીબંધ પુસ્તક એટલે શુ?

ભેગી કરી સુંદર સજાવેલી પસ્તી તણો ઢગલો

ધુફારીસાચા માનવી કોણ છે આ જગતમાં

એક જે સ્વર્ગે ગયો તે બીજો જે ના પેદા થયો

કોઇ માનવીનું મન ધુફારીબગડતુ નથી

આંખ બગડે ન જ્યાં સુધી એ બગડતું નથી

૨૯૧૦૨૦૧૬    

નવો અધ્યાય

pothi

          મિતાલી એકાગ્રતાથી આજે પરિક્ષાનું છેલ્લું પેપર લખી રહી હતી.બસ આજે પૂરું થાય એટલે મગજમાં પરિક્ષાના ટેન્શનનું ભૂત ધુણ્યા કરતું હતું અને મન અજંપાનો અનુભવ કરાવતું  હતું તેનાથી રાહત થઇ જશે. એક એક કરતાં છેલ્લા પ્રશ્નના જવાબ લખવા સુધી આવીને પુરૂ થતાં એક નિરાંતનો શ્વાસ ભરી થોડી વાર આંખો મીંચીને બેસી રહી. પછી એક નજર ઉત્તરવાહિની પર નાખી બોલપેનનું ઢાંકણ બંધ કરી પર્સમાં મૂક્યું અને પેપર ત્યાં બેઠેલી શિક્ષિકાને સોંપી બહાર આવી.

Continue reading